છોટાકાશી તરીકે ઓળખાતી હળવદ નગરી એક સંસ્કારી, શાંતિપ્રિય અને ધાર્મિક નગરી તરીકે સમગ્ર પ્રદેશમાં જાણીતી છે. હળવદની શાંતિ અને સામાજિક સૌહાર્દને ભંગ કરવાનો અમાનવીય પ્રયાસ અમુક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે.
હળવદ GIDC વિસ્તારમાં આવેલ “રોશની કેમ ફૂડ” તરીકે ઓળખાતા મીઠાના કારખાનાના અગાશી (ધાબા) પર ધોળા દિવસે ગૌવંશની નિર્દય હત્યા કરી અને તેને રાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી મળતાં સમગ્ર હળવદ શહેરમાં ભારે આક્રોશ અને દુઃખની લાગણી ફેલાઈ છે. આ હીન અને નિંદનીય કૃત્ય હળવદની શાંતિ, ધાર્મિક ભાવનાઓ તથા સામાજિક એકતાને ઘોર આઘાત પહોંચાડે છે.
આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરતાં હળવદના સર્વ સમાજના આગેવાનો, વેપારી સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ તથા નાગરિકોએ એકસૂર માં માંગ કરી છે કે ઘટનાની તાત્કાલિક, નિષ્પક્ષ અને કડક તપાસ કરવામાં આવે તેમજ તમામ આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ કડકમાં કડક સજા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને.
આ બાબતે હળવદ અસ્મિતા મંચ, વિશ્વ હિન્દુ પરિષદ – હળવદ પ્રખંડ, હળવદ વેપારી મહામંડળ, હળવદ ચેમ્બર ઓફ કોમર્સ તથા અન્ય સામાજિક સંગઠનોના સંયુક્ત આહ્વાન હેઠળ તારીખ ૨૩-૦૧-૨૦૨૬, સમય સવારે ૧૦:૩૦ કલાકે, શ્રી રામ ગૌશાળા ખાતે એકત્ર થઈ મામલતદાર ઓફિસ સુધી શાંતિપૂર્ણ મૌન રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
આ રેલી સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રહેશે અને હળવદની શાંતિ, એકતા તથા ભાઈચારો જાળવવાનો સંદેશ આપશે. હળવદના તમામ નાગરિકો, સમાજના આગેવાનો અને યુવાવર્ગને મોટી સંખ્યામાં હાજર રહી ન્યાય માટે અવાજ ઉઠાવવા અપીલ કરવામાં આવે છે અને ભવિષ્ય માં હળવદ ની અસ્મિતા જળવાઈ તેના માટે તંત્ર ભવિષ્ય માં કાયદેસર કાર્યવાહી કડક હાથે કરે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી









