Thursday, December 26, 2024
HomeGujaratપંચાસીયા શ્રી ખેંગરા હનુમાન ધામ મંદિરનો જીર્ણોધ્ધાર પ્રસંગે યોજાશે વિવિધ કાર્યક્રમો

પંચાસીયા શ્રી ખેંગરા હનુમાન ધામ મંદિરનો જીર્ણોધ્ધાર પ્રસંગે યોજાશે વિવિધ કાર્યક્રમો

પંચાસીયાનું શ્રી ખેંગડા હનુમાન ધામ મંદિર જીર્ણોધ્ધાર પ્રસંગે વડગામા પરિવાર પંચાસીયા દ્રારા શાસ્ત્રીજી વિપુલ શુક્લ હસ્તે યજમાનો દ્રારા હવન તથા કળશ ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સત્સંગ, ભકિત, જ્ઞાન, ભજન તેમજ રસપ્રદ પ્રસંગોની વાતોને લઈ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

પંચાસીયાનું ૫૦૦ વર્ષનો ઇતિહાસ ધરાવતું શ્રી ખેંગડા હનુમાન ધામ મંદિર જીર્ણોધ્ધાર પ્રસંગે વડગામા પરિવાર પંચાસીયા દ્રારા શાસ્ત્રીજી વિપુલ શુક્લ હસ્તે યજમાનો દ્રારા હવન તથા કળશ ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સત્સંગ, ભકિત, જ્ઞાન, ભજન તેમજ રસપ્રદ પ્રસંગોની વાતોને લઈ ભવ્ય લોકડાયરાનું આયોજન પણ કરાયું છે. જેમાં મહા પ્રસાદ તા. ૧૦/૧૨/૨૦૨૪ નેં મંગળવારના રોજ સાંજે ૦૬:૦૦ વાગ્યે વાંકાનેરના પંચાસીયા રૂપેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજન કરાયું છે. તેમજ ભવ્ય લોક ડાયરાનું આયોજન તા. ૧૦/૧૨/૨૦૨૪ ને મંગળવારના રોજ રાત્રે ૦૯:૩૦ વાગ્યે પંચાસીયાના નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આયોજન કરાયું છે. જેમાં કલાકાર તરીકે દેવાયત ખવડ, બિરજુ બારોટ, ગોપાલ સાધુ અને ધનરાજ ગઢવી સહિતનાં કલાકારો ઉપસ્થિત રહેશે. જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી શ્રી ૧૦૦૮ અનંત વિભૂષિત મહા મંડલેશ્વર સ્વામી કુષનાનંદપુરી અવધુત (આહવાહન અખાડા), શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પરમ પુજ્ય શ્રી કનકેશ્વરી માતાજી (ખોખરાધામ-મોરબી), શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર રામબાલકદાસબાપુ ગુરૂશ્રી પુરણદાસબાપુ (દુધઇધામ), મહંતશ્રી ઈશ્વરગીરીબાપુ દોલતગીરીબાપુ ગોસાઈ (ચામુંડા મંદિર-ચોટીલા), મહંતશ્રી રણછોડદાસબાપુ (ખોડિયાર મંદિર-માટેલધામ), મહંતશ્રી બંસીદાસબાપુ (આપાઝાલાની જગ્યા-મેસરીયા), મહંતશ્રી ભરતબાપુ (લોમેવ ધામ-ધજાળા), મહંતશ્રી દામજી ભગત (નકલંક ધામ-બગથળા), આઈશ્રી કંચનમાં (સોનલધામ-મઢડા), શ્રીમાન જયંતિભાઈ સુરેજા – મામા (ખાખી સંતશ્રી મોહનઅદા-મુ. દ્વારકા), શ્રીમાન કેસરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (વાંકાનેર સ્ટેટ), મહંતશ્રી જયસુખ બાપુ (દેવલધામ – જુના કટારીયા) અને શ્રીમાન કિશોર મહારાજ (નીજનામ ગૌધામ આશ્રમ-બંગાવડી ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા દરેક લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!