આવતીકાલે મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. વર્ષ 2014માં ભાજપ પ્રથમ વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવ્યો હતો. આ ઐતિહાસિક જીત બાદ નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા હતા. એ વાત તો નોંધનીય છે કે પીએમ મોદીએ વડાપ્રધાન તરીકે ઘણા ચોંકાવનારા નિર્ણયો લીધા છે. આ સાથે જ ભાજપે એવા ઘણા રાજ્યોમાં સરકાર બનાવી જ્યાં સામાન્ય રીતે ભાજપને ખૂબ જ નબળી માનવામાં આવતી હતી. પ્રભાવશાળી નેતૃત્વના આધારે પીએમ મોદી આજે ભારતના જ નહીં પરંતુ વિશ્વના શક્તિશાળી નેતાઓમાંના એક છે સાથે જ સમગ્ર વિશ્વમાં તેમની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે ત્યારે આવતીકાલે મોરબી ભાજપ દ્વારા મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો યોજાશે.
ભાજપ નેતા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, મોદી સરકારના આવતીકાલે 9 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. 9 વર્ષ દરમિયાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનેક લોકહિતમાં કાર્યો કરવામાં આવ્યા છે. જેથી આગામી 30 મેથી 30 જૂન સુધી 9 સ્થાને લાભાર્થીના સંમેલન, 9 સ્થાને વેપારી સંમેલન તેમજ પ્રદેશ દ્વારા નક્કી કરેલ 100 જાગ્યોએ 9 પ્રબુર સંમેલનનું આયોજન કરવામાં આવશે. તેમજ ભાજપના 9 મોરચાના સંયુક્ત સંમેલનનું પણ આયોજન કરવામાં આવશે. તેમજ યોગ દિવસના દિવસે દરેક વિધાનસભા દીઠ યોગ દિવસનું આયોજન પણ કરવામાં આવશે. તેમજ દરેક બુથ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાશે. અને યોગ દિવસની ઉજવણી કરશે. ત્યારે 30 જૂને બલિદાન દિવસ નિમિતે શ્યામાપ્રસાદ મુખરજીએ જે દેશ માટે બલિદાન આપ્યું છે તે બલિદાનને યાદ કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કાર્યક્રમ યોજાશે. તેમજ ઘર ઘર સંપર્ક તરીકેનો અભ્યાન પણ ભાજપ દ્વારા ચલાવવામાં આવશે. જેમાં દરેક લોકસભા દીઠ એક જનસભા પણ યોજવામાં આવશે. તેમજ મોરબી જિલ્લાની અંદર આવેલ 868 બુથ પર તમામ કાર્યકર્તાઓ સાથે જોડાઈ એક મહિના સુધી આ મોદી સરકારનો ઉત્સવ ઉજવાશે, અને ઘર ઘર સુધી પહોંચી ભાજપના વિકાસ કાર્યોનો સંદેશો સૌ કોઈને પહોંચાડશે.