પુરઝડપે ચાલતી કારનું ટાયર ડિવાઈડર સાથે ઘસાતા ટાયર ફાટતા બેકાબુ કારની પલ્ટી
વાંકાનેર નજીક નેશનલ હાઇવે ઉપર પુર ઝડપે જતી વર્ના કાર રોડ વચ્ચે આવેલ ડિવાઈડર સાથે કારનું ટાયર ઘસાતા કારનું ટાયર ફાટ્યું હતું, જે કારણે કાર બેકાબુ બની ડિવાઈડર કૂદીને સામેના રોડ ઉપર બે-ત્રણ પલ્ટી મારી ગયી અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો, આ અકસ્માતમાં કાર ચાલક યુવકને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હોય ત્યારે ૧૦૮ મારફત વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કરવામાં આવેલ ત્યારે મૃતક યુવકના પિતાની ફરિયાદને આધારે પોલીસે મૃતક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વર્ના કાર રજી.નં. જીજે-૩૬-એલ-૪૬૫૩ લઈને વાંકાનેરથી ક્યુટોન સીરામીક જઈ રહેલા મયુરભાઈ લાલજીભાઈ રાઠોડને અકસ્માત નડ્યો હતો. જે અકસ્માતમાં મયુરભાઈ ક્યુટોન સીરામીકમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હોય ત્યારે ગત.તા. ૨૨/૦૯ના રોજ સીરામીકની વર્ના કાર લઈને મયુરભાઈ તથા સિક્યુરિટીમેન તરીકે નોકરી કરતા દીપેન્દ્રભાઈ કોઈ કામ સબબ વાંકાનેર ગયા હોય જ્યાંથી વર્ના કાર લઈને સીરામીકે પરત આવતા હોય ત્યારે મયુરભાઇએ પોતાના હવાલાવાળી કાર પુરઝડપે તથા બેફિકરાઈથી ચલાવતા હોય ત્યારે કારનું ટાયર રોડ વચ્ચેના ડિવાઈડર સાથે ઘસાયું હતું જેથી ચાલુ કારે ટાયર ફાટતા કાર બેકાબુ બની ડિવાઈડર કૂદી સનેના રોડ ઉપર બે-ત્રણ પલ્ટી મારી ગયી હોય ત્યારે મયુરભાઈને સારવાર મળે તે પહેલાં માથામાં તથા કપાળના ભાગે થયેલ ગંભીર ઇજાઓને લીધે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કારમાં બાજુની સીટ ઉપર બેસેલ સિક્યુરિટીમેં દીપેન્દ્રને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ત્યારે મૃતક મયુરભાઈના પિતા લાલજીભાઈ ઉર્ફે લલિતભાઈ માલાભાઇ રાઠોડ રહે ઘુંટુ ગામે આંબેડકરનગરવાળાની ફરિયાદના આધારે વાજનેર સીટી પોલીસે મૃતક વર્ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.