મહાનગરપાલિકાના પ્રયાસથી મોરબીમાં આધુનિક સુવિધાઓથી સજ્જ રોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત.
મોરબીના વાવડી રોડને નિર્મળ ગુજરાત ૨.૦યોજના હેઠળ રૂ. ૧.૦૨ કરોડના ખર્ચે આઇકોનિક રોડ તરીકે ડેવલોપ કરવાની કામગીરી શરૂ થઈ છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેના હસ્તે ખાતમુહૂર્ત સાથે વિકાસ કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાએ મોરબીના વાવડી રોડને આઇકોનિક રોડ તરીકે વિકસિત કરવાનો નિર્ણય લીધો છે. નિર્મળ ગુજરાત ૨.૦ યોજના હેઠળ આ વિકાસકાર્ય માટે રૂ. ૧.૦૨ કરોડનો ખર્ચ થશે. આ રોડ પર મુખ્ય સુવિધાઓમાં રોડ માર્કિંગ, ડીવાઇડર, સ્ટ્રીટ લાઈટ, ડિજિટલ સ્ક્રીન સાથે સ્ટીલ સ્ટ્રકચર, અને ફૂટપાથનો સમાવેશ થાય છે. આ રોડનું કામ લગભગ ૬ મહિનામાં પૂર્ણ થવાની આશા છે. આ કામના ખાતમુહૂર્ત દરમિયાન ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરે ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે શહેરના બાકીના માર્ગો માટે પણ વિશેષ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે અને રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ મેળવવા માટે ચર્ચા કરવામાં આવી છે. વિકાસ કર્યો બાબતે રાજ્ય સરકારના સહયોગથી મોરબી શહેરને વધુ આધુનિક અને સુશોભિત બનાવાશે.