મોરબીની વીસી હાઇસ્કૂલના પાછળના ભાગનો રસ્તો સાવ ખખડધજ થઇ ગયો છે આ રસ્તા પર વીસી હાઇસ્કુલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અવર-જવર કરે છે. ત્યારે વર્ષોથી ભંગાર થયેલા રસ્તાને નવો બનાવવા માટે મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતાએ મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરી છે.
મોરબી નગરપાલીકાને સરકાર તરફથી કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. ત્યારે વી.સી. હાઇસ્કુલની પાછળનો રસ્તો વરસોથી ભંગાર સ્થીતીમાં છે. જેને લઈ મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતાએ મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરતા જણાવ્યું હતું કે, વીસી હાઇસ્કુલ પાછળ આવેલો રોડ રીપેર કરવા માટે અનેક વખત રજૂઆતો કરી છે તો પણ કામ કરવામાં આવતું નથી. અહીં વી.સી. હાઇસ્કુલ તથા એમ.પી. ગર્લ્સ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ આશરે 3000 ત્રણ હજાર આવન જાવન કરે છે. ટ્રેડ સેન્ટરમાં આશરે ૧૫૦ ઓફિસો આવેલ છે. નગરપાલીકાએ થોડા થોડા ખોદી નાખેલ છે. પણ ચાર વર્ષથી કામ થયેલ નથી ચોમાસામાં પાણી ભરાઈ છે. ઘણા વિદ્યાર્થીઓ તથા પ્રવાસીઓ આ ખાડામાં પડે છે. હવે આખા ગામમાં રોડ થાય છે તો આ રોડને કરવામાં આવે તો ઘણી રાહત મળે તેવી મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.