મોરબી સહિત રાજ્યભરના VCE પોતાનું જૂની માંગણીઓને લઈને કેટલાય સમયથી હડતાળના માર્ગે છે જેને પગલે ગ્રામ્ય કક્ષાએ સેવામાં સખળડખલ ઉભી થઇ છે. છતાં સરકાર અને VCE વચ્ચેની મડાગાંઠ ઉકેલવાનું નામ જ લેતી નથી. આ મામલે સરકાર નમતું જોખવા તેયાર નથી તો સામે પક્ષે VCE પણ આકરા પાણીએ થયા છે ત્યારે આજે મોરબીના VCE દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગને બુલંદ કરવામાં આવશે.
મોરબી જિલ્લાના VCE પોતાની પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવી ઉકેલની માંગ કરશે.એટલું જ નહીં છેલ્લા કેટલાક સમયથી કામગીરી થી અળગા રહી કરી વિરોધ નોંધાવી રહેલા VCE આજે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પડતર પ્રશ્નોના નિકાલ માટે વિરોધ પ્રદર્શન કરશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 વર્ષ કરતાં વધુ સમયથી સરકારના એક ભાગ તરીકે ગ્રામ પંચાયતોમાં કામ કરતા ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિકોએ સરકારી કર્મચારી અને સરકારી ધોરણે પગાર મેળવવા સહિતની માંગને લઈને વર્ષોથી વિરોધ કરી રહ્યા છે જેને સરકાર દ્વારા પ્રશ્નોના ઉકેલની મૌખિક ખાતરી સિવાય કશું મળ્યું ન હોવાથી રાજ્યના VCE એ ચૂંટણી માથે છે ત્યારે વિરોધનો માર્ગ અપનાવ્યો છે.