મોરબી નગરપાલિકા દ્વારા મોરબીના લોકોને અગવડ ન પડે તે માટે શક્ય તેટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં મોરબી શહેરી વિસ્તારમાં સૌથી મોટો અને પેચીદો પ્રશ્ન શાક માર્કેટ પાછળ ઉભરાતી ગટર અને કાદવ કીચડનો હતો જેમાં નગરપાલિકા દ્વારા અનેક વખત જરૂરી કામગીરી કરવા છતાં દરેક ચોમાસામાં શાક માર્કેટ પાછળ ના ભાગમાં કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયેલું રહેતું હતું.
પરંતુ આ વર્ષે મોરબી નગરપાલિકા દ્વારા આ સમસ્યાનું જડમૂળથી નિરાકરણ કરી નાખતા શાક માર્કેટ વેપારીઓ ખુશ ખુશાલ થયા હતા અને મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાનું સન્માન કરીને મોરબી નગરપાલિકા ની કામગીરીને આવકારી હતી.