મોરબી નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા નાગરિકોને કિચન ગાર્ડન બનાવવા પ્રોત્સાહનરૂપ સહાયલક્ષી યોજના હેઠળ ભીંડા, ગુવાર, રીંગણ, મરચા, ચોળી, દુધી સહિતના શાકભાજીના બિયારણ રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. લાલબાગ સ્થિત કચેરીમાંથી બિયારણ મેળવી શકાશે. વધુમાં આ કાર્ય માટે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે.
રાજ્ય સરકારની બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં કેનિંગ અને કિચન ગાર્ડન યોજના અંતર્ગત શહેરીજનોને ઘર આંગણે કિચન ગાર્ડન ઊભા કરવાના હેતુસર ભીંડા, ગુવાર, રીંગણ, મરચા, ચોળી, પાપડી, દૂધી, તુરીયા, ગલકા, કાકડી, મુળા જેવા શાકભાજીના બિયારણ હાલ રાહત દરે ઉપલબ્ધ છે.
વધુમાં કિચન ગાર્ડનિંગને લગત માર્ગદર્શન પણ આ કચેરી ખાતે પૂરું પાડવામાં આવશે જેથી શાકભાજીના બિયારણ મેળવવા તેમજ માર્ગદર્શન માટે નાયબ બાગાયત નિયામકની કચેરી ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી, ફોન નંબર ૦૨૮૨૨-૨૪૧૨૪૦ નો ( જાહેર રજાના દિવસો સિવાય) સંપર્ક કરવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયુ છે