મોરબીમાં કોવીડ નેગેટીવ રીપોર્ટ ધંધાના સ્થળે ફરજીયાત રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામાં અનુસાર શાકભાજીના છૂટક/જથ્થાબંધ વિક્રેતા, હોટેલ-રેસ્ટોરન્ટમાં કામ કરનાર, લારી ગલ્લાવાળા, રીક્ષા/કેબીન અને ભાડે ફરતા વાહનોના ડ્રાઈવર-ક્લીનર, પાનના ગલ્લાવાળા ચાની કીટલી, હેર સલુન અને બ્યુટી પાર્લરમાં કામ કરતા ઈસમો, ખાનગી સિક્યુરીટી એજન્સીના ગાર્ડસ અને સ્ટાફ, સ્વરોજગાર મેળવતા કારીગરો જેવા કે સુથાર, લુહાર, ઈલેક્ટ્રીશીયન, પ્લમ્બર સહિતના તેમજ શોપિંગ મોલ અને કોમ્પ્લેક્ષમાં વેચાણ વિતરણ કરનારે આરટીપીસીઆર ટેસ્ટ ધંધાના સ્થળે રાખવાનો હોય જેથી આવતીકાલે તા. ૧૩ ને ગુરુવારે મોરબી નગરપાલિકા કચેરી ખાતે સવારે ૯ થી સાંજે ૪ સુધી વિના મુલ્યે કોરોના ટેસ્ટ કરાવી શકશે.