મોરબી સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી ગુજરાત પોલીસની નવી સેવા શરૂ થઈ ગઈ છે.
જેમાં લોકો પોતાના વાહન ચોરી થવાની કે મોબાઈલ ચોરી થવાની ફરિયાદ ઘરે બેઠા નોંધાવી શકશે તે માટે ફરિયાદ કરનારે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ એપ્લિકેશન પર ફરિયાદ કરતી વખતે ફરિયાદીએ વાહન તેમજ સ્થળ સંબંધિત તમામ માહિતી ઉમેરવી પડશે અને ઓનલાઈન ઈ-એફઆઇઆર નોંધાવી શકાશે.બાદમાં વધુમાં વધુ ૪૮ કલાકમાં સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા ફરિયાદનો સંપર્ક કરવામાં આવશે અને જરૂરી તપાસ કરવામાં આવશે.તેમજ વધુમાં વધુ ૨૧ દિવસમાં આ પ્રકારની ફરિયાદની તપાસ પૂર્ણ કરીને કોર્ટ સમક્ષ મોકલવામાં આવશે અને સમગ્ર તપાસ ક્યાં પહોંચી કઈ કાર્યવાહી ચાલુ છે તે અંગેની માહિતી ફરિયાદીને રજીસ્ટરડ મોબાઈલ નમ્બર પર એસએમએસ દ્વારા મળી રહેશે.