Saturday, December 28, 2024
HomeGujaratસાપરથી ગાળા રોડ ઉપર આવેલ રાજાશાહી વખતના બ્રિજ ઉપરથી વાહનોની અવર-જવર ઉપર...

સાપરથી ગાળા રોડ ઉપર આવેલ રાજાશાહી વખતના બ્રિજ ઉપરથી વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ

મોરબી તાલુકાના ને.હા.થી ગાળા (એમ.ડી.આર.) રોડ તથા સાપર થી ગાળા (નોન પ્લાન) રોડ ઉપર આવેલ રાજાશાહી વખતનો બ્રિજ ખુબ જ બિસ્માર હાલતમાં છે. ચાલુ ચોમાસામાં બ્રીજ ના ૨ (બે) ગાળાને નુકશાન થયેલ છે. જેથી ભવિષ્યમાં મોટો અકસ્માત ન થાય તે માટે ટ્રાફિક પસાર થવા પર પ્રતિબંધ મુકવા માટેનું જાહેરનામું મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

આ રસ્તાના વૈલ્પિક રસ્તા તરીકે  ગાળા ગામ જવા માટે NH થી ગાળા રોડ, સાપર ગામ જવા માટે મોરબી જેતપર અણીયારી સ્ટેટ હાઇવે રોડ, ગાળા થી સાપર જવા માટે ફકત હળવા વાહનો માટે ગાળા વાઘપર જેતપર ગામથી જેતપર અણીયારી હાઇવે પરથી સાપર ગામના રસ્તાનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું આ જાહેરનામાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!