મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ ૨૦૭ ના કામે ડીટેઇન કરેલ ૭૭ વાહનો તથા જી.પી.એકટ ૮(૨) મુજબ ૧ વાહન મળી કુલ ૭૮ વાહનોની સ્ક્રેપ પોલીસી મુજબ જાહેર હરાજી તા.૦૪/૦૯/૨૦૨૩ ના રોજ ૧૨:૦૦ કલાકે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલ છે.
આ હરરાજીમાં ભાગ લેવા ઇચ્છુક વેપારીઓએ તા. ૦૨/૦૯/૨૦૨૩ સુધીમાં અરજી દીઠ અલગ-અલગ એડવાન્સ ડીપોજીટ પેટે રૂ.૨૫,૦૦૦/- નો “OS TO SUPERINTENDNENT OF POLICE ના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડીમાન્ડ ડ્રાફટ પોલીસ અધિક્ષકની કચેરી, મોરબીની હિસાબી શાખામાં ટપાલ/રૂબરૂથી કચેરી સમય દરમિયાન જમા કરાવવાનો રહેશે.
હરરાજીના વાહનોનું રૂબરૂ નિરીક્ષણ તા. ૦૨/૦૯/૨૦૨૩ સુધી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર મોરબીની કચેરી ખાતે કચેરી સમય દરમિયાન કરી શકાશે. આ હરરાજીનો માલ જે સ્થિતીમાં હશે તેજ સ્થિતીમાં સુપ્રત કરવામાં આવશે, ઊપરાંત હરરાજીની શરતો હરાજીના સમયે વાંચી સંભળાવવામાં આવશે તેમ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા જણાવાયું છે.