મોરબી પંથકમાં ત્રણ લાખ રૂપિયા સબંધ નાતે ઉછીના આપ્યા બાદ પરત નહિ આપતા કેસ કરવામાં આવ્યો હતો.જે કેસમાં ફરિયાદ પક્ષે ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખીને મોરબી સિવિલ દ્વારા આરોપીએ ઉછીના લીધેલ રૂપિયા ૨૦ ટકા વ્યાજ લેખે ચૂકવવા હુકમ કર્યો છે. જો આરોપી રૂપિયા પરત ન આપે તો ૯૦ દિવસની સાદી કેદની સજા આપવાનો હુકમ કર્યો છે.
મોરબીમા રહેતા ફરિયાદી નીતિન નારણભાઈ પઢારીયા દ્વારા આરોપી કુંડારિયા હેમરાજ ભાઈ વિરૂદ્ધ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે આરોપી સાથે ઘણા સમયથી સબંધ હોવાથી સબંધના નાતે રૂ. ૩,૦૦,૦૦૦ ઉછીના આપ્યા હતાં. જે કેસમાં ચુકાદામાં ટ્રાયલ કોર્ટે આરોપીની ગેર હાજરી કારણે તેમનો ઉલટનો હક્ક બંધ કરી જજમેન્ટ આપ્યુ હતું. જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ એ જણાવ્યુ હતુ કે આરોપીને ઉલટ તપાસ કરવા માટે પૂરતી તક આપેલી હોવા છતાં કેસ પ્રોસીડીગ્સ વિશે માહિતગાર હોવા છતાં ગેર હાજર રહેતા ટ્રાયલ કોર્ટે હુકમ વ્યાજબી છે તેમ જણાવ્યું હતું. અને આરોપી કુંડારિયા હેમરાજને ધી નેગોશિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૮૮૧ ની કલમ ૧૩૮ ના ગુન્હા હેઠળ કસુરવાન ઠેરવી આરોપીને ૩,૦૦,૦૦૦ તેમજ વીસ ટકા લેખે રૂ. ૬૦,૦૦૦ ગણી કુલ ૩,૬૦,૦૦૦ રકમ ફરિયાદીને ૩૦ દિવસમાં ચૂકવવાનો હુકમ કર્યો છે. જો આરોપી વળતરની રકમ ન ભરે તો ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ મોરબી એડિશનલ સિવિલ જજ અને જયુડિશીયલ ફસ્ટ ક્લાસ ચાંદની યુવરાજસિંહ જાડેજાની કોર્ટે દ્વારા આપવામાં આવ્યો છે.તેમજ આરોપી ગેર હાજર રહેતા આરોપી વિરૂદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.આ કેસમાં ફરિયાદ પક્ષે એડવોકેટ એફ.જે.ઓઝા રોકાયેલ હતા.