સરકારી નોકરી મેળવવા માટે અનેક યુવાનો તલપાપડ હોય છે.ત્યારે પોલીસ ફરિયાદો થવી જેમાં અનેક નિર્દોષ યુવાનો પણ આરોપી તરીકે નામ શામેલ થતા હોય છે જેને લઇને જે તે વ્યક્તિ ના સરકારી નોકરી મેળવવાની લાયકાત પર ગંભીર અસર થતી હોવાથી હવે આ મુદ્દો હાઇકોર્ટમાં પહોંચ્યો છે.જો કે,આ અંગે સુનાવણી હજુ ચાલુ છે. જેમાં સરકારી નોકરી માટે ઉમેદવારને ગેર લાયક ક્યારે ગણી શકાય તે અંગે હાઇકોર્ટ નિર્ણય લેશે.
મળતી માહિતી અનુસાર, ઘણી વખત પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નામ ઉમેરાયા બાદ તે કેસ કોર્ટમાં ચાલી જતાં હોય છે પરંતુ અમુક વર્ષો બાદ આ કેસનો ચુકાદો આવે અને જો આરોપી નિર્દોષ જાહેર થાય છે તો આરોપ માથી ભલે મુક્ત થયો હોય પરંતુ તેના ભવિષ્ય બનાવનારા વર્ષો તે કેસની લડાઈમાં બગડી જતાં હોય છે અને ત્યાં સુધી તેને સરકારી નોકરી મેળવવાની લાયકાત મળતી નથી ત્યારે માત્ર એક FIR પરથી તેમની સરકારી નોકરીની લાયકાત ગુમાવી દેવાનો આ મહત્વનો મુદ્દો હવે હાઇકોર્ટમાં પહોંચ્યો છે. જેમાં સરકારી નોકરી માટે ગેરલાયક ક્યારે ગણી શકાય તે અંગે હાઇકોર્ટ નિર્ણય લેશે. ગુન્હો સિદ્ધ ન થાય ત્યાં સુધી નિર્દોષ ગણવાનાં સિદ્ધાંતના અર્થઘટનમાં સરકારી નોકરીઓ માટેનાં નિયમોમાં હાઇકોર્ટ હવે છણાવટ કરી શકે છે. આ સંદર્ભે હાઇકોર્ટ દ્વારા સરકારને નોટિસ પણ પાઠવવામાં આવી છે. જેને લઇ હવે હાઈકોર્ટના આવનારા નિર્ણય પર સૌની નજર મંડાયેલી છે.