ઘટના સ્થળે થી સુસાઇડ નોટ મળી આવી જેમાં મૃતક હરેશભાઈ કાનાબાર દ્વારા જીવનથી કંટાળી આત્મહત્યા કરતા હોવાનું જણાવ્યું : એ ડિવિઝન પીઆઈ એચ. એ. જાડેજા દ્વારા બનાવની નોંધ કરી સુસાઇડ નોટ કબજે કરી તપાસ હાથ ધરી
મોરબીમાં આજે બપોરે એક દુઃખદ ધટના બની છે જેમાં મોરબી વસંત પ્લોટ માં આવેલા રોયલ પેલેસ માં ચોથા માળે રહેતા અને હાર્ડવેર ના ધંધા સાથે જોડાયેલ હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર એ તેમના પુત્ર અને પત્ની સાથે સામૂહિક આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે.જેમાં હાર્ડવેર ના વેપારી હરેશભાઈ દેવચંદ ભાઈ કાનાબાર(ઉ .આશરે ૫૭) તેમના પત્ની વર્ષાબેન હરેશભાઈ કાનાબાર(ઉ .આશરે ૫૫) અને પુત્ર હર્ષ હરેશભાઈ કાનાબાર(ઉ .આશરે ૧૯) એ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.આ ઘટનાની જાણ મોરબી એસપી રાહુલ ત્રિપાઠી ને થતા એ ડિવિઝન પીઆઈ એચ. એ.જાડેજા અને જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘટના નો તાગ મેળવ્યો હતો.ઘટનાની ચકચાર પગલે આજુબાજુ ના લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ ઘટના સ્થળે થી પોલીસ ને સુસાઈડ નોટ મળી આવી છે જેમાં મૃતક દ્વારા આ મોત માટે કોઈ.જવાબદાર નથી અને પોતે જીદગી થી કંટાળી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે હાલ મોરબી એ ડિવિઝન પીઆઈ એચ એ જાડેજા દ્વારા મૃતદેહ ને મોરબી સિવિલ હોસ્પીટલ પી એમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે વિપ્ર પરિવારના એક સાથે ત્રણ વ્યકિતઓના મોત થી મોરબી શહેર માં ચકચાર મચી જવા પામી છે.