હળવદ ના સરા ચોકડી ખાતે ગત રાત્રિ ના એક નંદી મહારાજ (ખૂંટ) નું કોઈ ટ્રક સાથે એક્સિડન્ટ થતા ગંભીર રીતે ઘાયલ થયેલ ત્યારે રાત્રે ત્યાં હજાર સેવાભાવી લોકો એ ગૌસેવકો ને આ અંગે જાણ કરેલ ત્યારે મોડી રાત્રે પણ ૧૦ જેટલા ગૌ સેવકો ગંભીર રીતે ઘાયલ નંદી મહારાજ ની સારવાર કરવા એકત્ર થઇ ગયા હતા અને આ અંગે પશુ ડોકટર ડૉ. વિશાલ એરવાડીયા સાહેબ ને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ગંભીર રીતે ઘાયલ નંદી મહારાજ ની પ્રાથમિક સારવાર કરેલ ત્યાર બાદ વધુ સારવાર અને ચાકરી માટે શ્રી રામ ગૌશાળા ની એમ્બ્યુલન્સ મારફત શ્રી રામ ગૌશાળા એ રિફર કરેલ ત્યારે અડધી રાત્રે પણ નિઃસ્વાર્થ ભાવે આ ભગીરથ કાર્ય કરવા બદલ સર્વે ગૌભક્તો અને ખાસ પશુ ડોકટર ડૉ. વિશાલ એરવાડીયા સાહેબ એ માનવતા મહેકાવી અને આદર્શ માનવી હોવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું