જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા કચ્છના ટ્રક ચાલક આરોપીની અટક કરી કાયદાનું ભાન કરાવ્યું.
મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ટ્રકને કાવા મારી સર્પાકાર ચલાવતા થયેલ વિડીઓ વાઇરલના આધારે મોરબી જીલ્લા ટ્રાફિક શાખા પોલીસે ટ્રક ચાલક આરોપીને શોધી લઈ તેની ધરપકડ કરી આરોપીને કાયદાની ગંભીરતાનું ભાન કરાવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ ગઈ તા.૦૨/૦૧ના રોજ માળીયા-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર ટ્રક રજી.નં. જઈને-૧૨-એડબલ્યુ-૦૧૧૭ ના ચાલકે પોતાના હવાલાવાળો ટ્રક પુરઝડપે અને બેફીકરાઇથી કાવા મારી, આડો અવડો ચલાવી હાઇવે રોડ ઉપર નીકડતા, પોતાની તથા અન્ય માણસોની જીંદગી તેમજ શારીરીક સલામતી જોખમાય તેવુ કૃત્ય કરતા વીડીયો વાયરલ થયો હતો જે વાયરલ વીડીયોને આધારે મોરબી જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા ટ્રક ચાલક આરોપી સતારભાઇ કાસમભાઇ સમાં ઉવ.૪૬ રહે-મઉમોટી મફતનગર તા-માંડવી જી-ભુજ (કચ્છ)વાળાને શોધી તેની અટક કરી તેની વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.