Sunday, September 8, 2024
HomeGujaratલમ્પી વાયરસ સામે પશુઓનું રસીકરણ કરતું વિદ્યુતનગર ક્ષત્રિય યુવા ગ્રુપ

લમ્પી વાયરસ સામે પશુઓનું રસીકરણ કરતું વિદ્યુતનગર ક્ષત્રિય યુવા ગ્રુપ

મોરબી: મોરબીના સામાકાંઠે વિદ્યુતનગર ક્ષત્રિય યુવા ગ્રુપના સમાજ યુવાનો દ્વારા હાલ લમ્પી વાયરસથી રખડતા પશુઓને બચાવવા માટે ખુબજ સરાહનિય કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી સામાકાંઠે વિદ્યુતનગર, હરિ પાર્ક ગિરિરાજ, વર્ધમાન, રોટરીનગર, અરુણોદયનગર, અનંતનગર, જનકલ્યાણનગર રિલીફનગર તમામ વિસ્તારમાં રખડતા ઢોર ગાય, વાછરડાં, નંદી તમામને પશુ ડોક્ટર સાથે રાખી રાતે 3 વાગ્યા સુધીમાં રસીકરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

હાલમાં લમ્પી નામનો વાયરસ ગયો, નંદી સહિતના પશુઓમાં ફેલાય રહ્યો છે.તેથી આ રોગથી બચાવવા અંદાજિત 60-65 ગયો, નંદી, વાછરડાંને વેક્સીન આપવામાં આવી હતી અને ગાયના સીંગડામાં રેડિયમ અથવા કોઈ નિશાન લાગવું જેથી ખબર પડે કે આ પશુને વિક્સિંન અપાઈ ગઈ છે. આગામી સમયમાં હજુ વધુ પશુઓને વેક્સીન આપવામાં આવશે .તો લોકોને અપીલ છે કે સરકાર તો એનું કામ કરે છે 1962 નંબરમાં કોલ કરો તો હેલ્પ કરે પણ લોકો સ્વૈચ્છિક પોતાના વિસ્તારમાં સ્વયંભૂ સેવા કરી કામ કરે તો સરકાર ને વધારે મદદ થાય જે લોકો ગયો રાખે છે એ લોકો તો વેક્સીન લગાવી લેશે પણ રજળતા ઢોરનું શું એના માટે પોતાના વિસ્તારમાં ગ્રુપ બનાવી પશુ ડોક્ટર સાથે રાખી કરી શકાય.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!