Monday, May 5, 2025
HomeGujaratમોરબીના ગૌરક્ષકોની સતર્કતા:કતલખાને લઈ જવાતા ૨૧ અબોલ જીવોને બચાવ્યા, બે ગાડીઓ ઝડપી...

મોરબીના ગૌરક્ષકોની સતર્કતા:કતલખાને લઈ જવાતા ૨૧ અબોલ જીવોને બચાવ્યા, બે ગાડીઓ ઝડપી ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો.

મોરબી જીલ્લાના માળીયા નજીક ગૌરક્ષકોએ બાતમીના આધારે બે પીકઅપ ગાડીઓ રોકી હતી જેમાં કતલખાને લઈ જવામાં આવતા કુલ ૨૧ જીવો પકડાયા હતા. સ્થળ પર ગાડીઓ સાથે ચાર આરોપીઓ ઝડપી લેવાયા હતા અને તેમની સામે માળીયા પોલીસ મથકે પશુ ક્રૂરતા વિરોધી અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં શનિવાર તારીખ ૦૩ મે ના વહેલી સવારે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી – ગુજરાત રાજ્યને મળેલી ખાનગીરાહે મળેલ બાતમી મળી કે, કચ્છથી બે પીકઅપ બોલેરો ગાડીઓમાં જીવો ભરીને જામનગર અને અમદાવાદ તરફ કતલ માટે લઈ જવામાં આવતાં હતાં. મળેલ બાતમી આધારે ગૌરક્ષકો માળીયા પાસે ચેક પોઈન્ટ પર હતા. બાતમી મુજબના નંબર ધરાવતી બે બોલેરો પીકઅપ ગાડીઓ જીજે-૧૨-બીઝેડ-૪૨૨૪ અને જીજે-૧૨-બીવાય-૬૩૧૩ આવી પહોંચી હતી, જેથી તે બંને ગાડીઓને રોકી ચેક કરતાં એકમાં ૧૭ અને બીજીમાં ૪ એવું કુલ ૨૧ ભેંસવર્ગના પાડા મળ્યા, જેને ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડાથી બાંધેલા હતાં. પશુઓને હલનચલન ન રહે એ રીતે બાંધવામાં આવેલ હતા, ત્યારે પકડાયેલ આરોપીના પૂછપરછમાં કોઈ પાસ પરમીટ વગર જીવોને ગેરકાયદેસર રીતે જીવોને કચ્છ નખત્રાણાથી ભરી કતલખાને લઈ જવાઈ રહ્યા હતા. મોરબી ગૌરક્ષકોએ માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, પોલીસે ચાર આરોપીઓ સામે પશુ ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલા તમામ જીવોને માળીયા ખાખરેચી પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ સમગ્ર કામગીરીમાં સહભાગી રહેલા ગૌરક્ષક ટીમોમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ, રાજકોટ, વિરમગામ, કચ્છ, લીમડી અને ચોટીલા જીલ્લાના જીવદયા ગૌરક્ષકનો સહયોગ મળ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!