વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ના પ્રયત્નોને મોટી અને ઐતિહાસિક સફળતા મળી છે.જેમાં વિરમગામ,માંડલ,દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના લાખો લોકોને ૨૮૫ કરોડના ખર્ચે મોટી અને ઐતિહાસિક સુવિધા મળવા જઈ રહી છે.
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ની અનેક રજૂઆતો ને ધ્યાનમાં રાખીને રાજયસરકાર દ્વારા મોટા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે જેમાં વિરમગામ માંડલ અને દસાડા ને જોડતા રોડ ને ૨૮૫ કરોડના ખર્ચે ફોરલેન બનાવવા માગે રાજયસરકાર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે તેમજ નવો પ્રોજેક્ટ પૂર્ણ થયે વિરમગામ ,માંડલ દેત્રોજ અને નળ કાંઠા ના વિસ્તારોના લોકોને ખૂબ જ મોટો ફાયદો થશે અને અકસ્માતોમાં ઘટાડાની સાથે જ ઇંધણ અને સમયની પણ બચત થશે.તેમજ આ પ્રોજેક્ટ ને મંજૂરી મળતા વિરમગામ વિસ્તારમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે અને ધારાસભ્ય હાર્દિક પટેલ પ્રત્યે ગામનો છોકરો કામ નો છોકરો જેવા સંબોધન કરીને હર્ષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.