મોરબી માળીયામાં નાયબ મુખ્યમંત્રીએ વાઘપર ગામે હાજરી આપી જાહેરસભા યોજી હતી જેમાં વાઘપરના યુવા સામાજીક કાર્યકર અજય લોરીયા અને જીલ્લા ભાજપ આગેવાનીમાં આયોજીત આ સભામાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં નીતિન પટેલ લે કોંગ્રેસ પર નિશાન સાધી કોંગ્રેસને પરિવાર વાદની રાજનીતિ કરતું હોવાનું જણાવ્યું હતું સાથે ઉર્જા મંત્રી સૌરભ પટેલ સહિતના ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતાં.
મોરબી માળીયા પેટા ચૂંટણી ના મતદાન ના બે દિવસ પૂર્વે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોરબીની ઓચિંતી મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમ્યાન મોરબીના વાઘપર ગામે જાહેરસભા યોજી હતી જેમાં વાઘપરના યુવા સામાજીક કાર્યકર અજય લોરીયાની આગેવાનીમાં આ જંગી સભાનું આયોજન સંપૂર્ણ પણે સફળ રહ્યું હોય તેવા દ્રશ્યો લોકોની સંખ્યા પરથી જોવા મળી રહ્યા હતા આ સભામાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, મોરબીના ધારસભાના ઉમેદવાર બ્રિજેશ મેરજા ,ઉર્જા મંત્રી સૌરભ પટેલ સહિતના પૂર્વ ધારાસભ્ય અને સાંસદ હાજર રહ્યાં હતાં સાથે જ ગામના આગેવાન અજય લોરીયાની સેવાકીય પ્રવૃતિઓ ને સંબોધી હતી ત્યારે લોકોને પણ ભાજપ તરફ મતદાન કરવા લોકોને અપીલ કરી હતી.આ સભા દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રથમ કેશુભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરી મૌન પાળવામાં આવ્યું હતું અને બાદમાં મોરબીની પ્રાથમિક જરૂરિયાત અને મુશ્કેલીઓ ની વાતો જાણી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા જેમાં તેઓએ વાડ્રા પરીવાર પર નિશાન તાક્યું હતું અને આગામી સમયમાં ભાણિયો હવે કોંગ્રેસ ની સીટ લેશે કેમ કે રાહુલનું હજુ કાંઈ નક્કી નથી ત્યારે કોંગ્રેસને પરિવાર વાદની રાજનીતિ કરતી હોવાનું જણાવ્યું હતું સાથે જ કોંગ્રેસ દ્વારા ખેડૂતોને ખેતી માટે પાણી પોતાની સત્તા દરિમયાન ભાજપને આપવામાં પણ હસ્તક્ષેપ કર્યો હતો ત્યારે કોંગ્રેસ ખેડૂત વિરોધી સરકાર હોવાનું જણાવી ભાજપ દ્વારા સૌથી મોટું કામ નર્મદાના પાણીને લોકો સુધી પહોચાડવાનું કામ કરી વિકાસની શરૂઆત કરી હતી સાથે જ છેલ્લા 25 વર્ષની વિકાસની તમામ માહિતી આપી લોકોને વીજળી પાણી અને રોડ રસ્તાઓ આપી અને ભાજપે લોકોના કામો કરવા હમેશા કટિબદ્ધ રહ્યા છે ત્યારે મોરબી માળિયાની જનતા ફરી ભાજપને તક આપે અને ભાજપને મતદાન કરી વિજયી બનાવે તેવી અપીલ કરી હતી.
ત્યારે અજય લોરીયાએ પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઉર્જા મંત્રી સૌરભ પટેલ સહિતના આગેવાનોને સંબોધી એક કવિતાની પંક્તિ ઉક્ત કરી તમામ મહેમાનોનું અભિવાદન કર્યું હતું
મોરબીના પ્રભારી એવા સૌરભ પટેલે પોતાના વક્તવ્યમાં જાહેર જનતાને જણાવ્યું હતું કે, આખા રાજ્યમાં સૌથી વધુ વિકાસ કરતો જિલ્લો મોરબી જિલ્લો છે જેમાં ખેતીની વીજળી માટે વેઇટિંગ હતું એ જે અમારા વિભાગ દ્વારા દૂર કરાવ્યું હતું અત્યારે મોરબીમાં માત્ર ૧૦૦૦ થી ૧૨૦૦ કનેક્શન આપવાના બાકી હોવાનું જણાવી ખેતીના એક વીજળી કનેશન માટે આશરે ૧.૬૦ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે અને ખેડૂતો પાસેથી માત્ર ૧૦૪૦૦ ખર્ચ લેવાય છે ત્યારે એક કનેક્શન પાછળ દોઢ લાખની સબસીડી હાલ સરકાર ચૂકવે છે જેમાં આવા વર્ષે એકથી સવા લાખ કનેક્શન આપી અને આઠ હજાર કરોડ રૂપિયાની સબસીડી વીજળી માટે ખેડૂતોને ખેતી માટે આપી રહી છે સાથે જ તેઓએ કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકારમાં માત્ર ૧૦ હજાર કનેકશનો જ ખેડૂતોને આપતી હતી જેની સાપેક્ષમાં ભાજપ સરકાર ખેડૂતોમાટે તમામ સફળ પ્રયત્ન કરી રહી છે તો ગુજરાત રાજ્યમાં સૌથી વધુ સબસ્ટેશનો મોરબીને અપાયા છે જે આવતા બે વર્ષોમાં ૩૨ નવા સબ સ્ટેશનો આપવાનો ભાજપ સરકારનો નિર્ણય નિર્ધારીત છે ત્યારે મોરબી માટે અમે જવાબદારી લઈએ છીએ આટલા નેતા જવાબદારી લીધા પછી મોરબીની જનતા ભાજપ પર વિશ્વાસ કરી ભાજપને જંગી મતદાન આપી વિજયી બનાવે અને કમળને મત આપી વિકાસના કામોમાં ભાગીદાર બને એવી અપીલ કરી હતી.
આ સભા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ના કાફલા સાથે ભરતવન, સરકીટ હાઉસ ,શ્રીજી હોલ અને બાદમાં ખાનગી સીરામીક યુનિટમાં મીટીંગ યોજવા નીકળ્યા હતાં તો બીજી બાજુ આ સભા શરૂ થયાથી લઈને પૂર્ણ થયા સુધી ડીવાયએસપી રાધિકા ભારાઈ ના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી, તાલુકા પીએસઆઇ એ એ જાડેજા સહિતના મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડેપગે તૈનાત હતો આ સાથે મોરબી સિટીમાં પણ કાર્યક્રમ હોય બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોંઢિયા, એ ડીવીઝન પીઆઈ બી.જી.સરવૈયા તેમજ તમામ પીએસઆઇ અને પોલીસકર્મીઓ સતત પેટ્રોલિંગ અને ખડેપગે હતા જેના લીધે આ તમામ કાર્યક્રમો સફળતા પૂર્વક શાંતીથી પૂર્ણ થયા હતા.