મોરબી માળીયા બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત ને લઈને અનેક તર્ક વીતર્ક ચાલી રહ્યા હતા અને અને જો કાંતિલાલ ને ટિકિટ મળશે તો મંત્રી બ્રિજેશભાઈ મેરજા કંઈક અણધાર્યું પગલું ભરશે એવી અટકળો પણ વહેતી થઈ હતી પરન્તુ ભાજપ તરફથી ઉમેદવાર તરીકે કાંતિલાલ અમૃતિયા ના નામની જાહેરાત કર્યા બાદ મંત્રી મેરજાએ આ તમામ અટકળો ને ખોટી સાબિત કરી હતી અને મોરબી જિલ્લાની તમામ બેઠકો પર ભાજપ ને વિજયી બનાવવા કામે વળગી ગયા હતા.
જેમાં કાંતિલાલ અમૃતિયા ની સાથે તેઓ ફોર્મ ભરવા પણ ગયા હતા અને કાંતિલાલ અમૃતિયા ના મધ્યસ્થ કાર્યાલય ના ઉદ્ઘાટન સમયે પણ તેઓ હાજર રહયા હતા તેમજ મોરબી માળીયા બેઠક પર ભાજપ નો કેસરિયો લહેરાવવા માટે તેઓ મોરબી માળીયા મતવિસ્તાર ના ગામડાઓમાં સતત પ્રચાર કરી રહ્યા છે તેમજ ટંકારા પડધરી બેઠક પર દુર્લભજીભાઈ દેથરીયા ની સાથે પણ તેઓ પ્રવાસ કરી રહ્યા છે અને તેઓએ અનેક જગ્યાએ જાહેરમાં પણ આવી અટકળો નો જવાબ આપતા કહ્યું છે કે કાંતિલાલ અમૃતિયાને ટિકિટ મળવાથી તેઓ ખુશ જ છે અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો માં આવા મનદુઃખને કોઈ સ્થાન હોતું નથી જ્યારે કોઈ ને પણ ટિકિટ મળે છે ત્યારે તમામ ભાજપ ના કાર્યકરો ખભે ખભો મિલાવી ને પક્ષને મજબૂત બનાવવા કામે લાગી જાય છે અને હું પણ એ જ રીતે કામે લાગી ગયો છું અને ભાજપ જંગી બહુમતીથી વિજયી બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.