બે દિવસ પહેલા મોરબીના ઘુંટું ગામે કેમિકલ વેસ્ટ ફેંકવા આવેલ ટેન્કર ને ગ્રામજનોએ ઝડપી પાડ્યું જે કેમિકલ માફિયાઓને બચાવવા માટે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ મેદાનમાં આવ્યા હતા ત્યારે આ મામલે ઘુટુ ના ગ્રામજનો કડક કાર્યવાહી ની માંગ સાથે મોરબી જી.પી.સી.બી ઑફિસે પહોંચ્યા હતા.જ્યાં તમામ ગ્રામજનો આકરા મૂડમાં જોવા મળ્યા હતા અને પ્રદુષણ હટાવોના નારા લગાવ્યા હતાં તેમજ જો કડક કાર્યવાહી નહી કરાય તો રોડ બ્લોક કરવાની અને હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી પણ લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ધુંટુ ગામે કેમિકલ ઠાલવવા આવેલ ટેન્કર મામલે ઘૂંટુ ના ગ્રામજનો મોરબી જી.પી.સી.બી. ઓફિસે પહોંચ્યા હતા અને પાણી બચાવો પ્રદૂષણ હટાવો તેવા સૂત્રોચાર કરી કડક કાર્યવાહિ કરવા માંગ કરવા આવેદન પાઠવ્યું હતું. બે દિવસ પહેલા ઘુટુ ગામ નજીક ધારાસભ્યના સાળાનું ટેન્કર કેમિકલ યુકત ઠાલવવામાં આવ્યો હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. જેને લઇને ગ્રામજનોએ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયા અને કોંગ્રેસ આગેવાન મનોજ પનારા હાજર રહ્યા હતા. જીપીસીબી અધિકારી સમક્ષ સેમ્પલ બદલી ગયું હોવાના આક્ષેપ કોંગ્રેસ અગ્રણી મનોજ પનારા દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ પ્રદૂષણ બોર્ડ દ્વારા ટેન્કર કેમ જપ્ત ન કરાયુ ? તેને શા માટે છોડી દેવાયું ? તેવા સવાલો ગ્રામજનોએ કર્યા હતા. જીપીસીબી અધિકારીએ પોલીસ પર દોષનો ટોપલો ઓઢાડ્યો હતો. જેને લઇને મોરબી તાલુકા પોલીસ મથકે પણ રજુઆત કરવામાં આવી છે. અને કેમિકલ યુક્ત ટેન્કર ઠલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. તેમજ જો પગલાં નહિ લેવાય તો રસ્તો બ્લોક કરવામાં આવશે અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવામાં આવશે તેવી ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારાઇ છે.
રજુઆત કરવા આવેલ ગ્રામજનો ને જીપીસીબીના અધિકારી જણાવ્યું હતું કે જે ટેન્કર છે તેની વિગતો માંગતો પત્ર અમે પોલીસને ગઇકાલે જ આપી દિધો છે.
જ્યારે આ બાબતે મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઈ કે. એ.વાળા એ ગ્રામજનોને જણાવ્યું હતું કે પત્ર હજુ અત્યારે થોડી વાર પહેલા જ મળ્યો છે અને સમય તારીખ ની વિગતો સાથે ઇન્વર્ડ કરેલ પત્ર પણ ગ્રામજનોને પીઆઈ દ્વારા બતાવવામાં આવ્યો છે.અને હવે પોલીસ કાર્યવાહી શરૂ કરાશે તેમ પણ જણાવ્યું હતું.
ત્યારે ગ્રામજનો ને GPCB ના અધિકારી એ જણાવ્યું હતું કે પત્ર ગઇકાલે પોલીસને અમે આપ્યો છે જ્યારે પોલીસ મથકે ગ્રામજનો ગયા ત્યાં હકીકત માં ગ્રામજનો રફાળેશ્વર જીઆઇડીસી માં નજીક GPCB ઓફિસ એ રજુઆત કરી ત્યાંથી મોરબી તાલુકા પોલીસ મથકે મોરબી ખાતે આવવા રવાના થયા તે સમય દરમિયાન ની તારીખ ઇન્વર્દ કરાયેલ પત્રમાં દેખાઈ રહી છે ત્યારે GPCB કાર્યવાહી કરવા માટે જાણે ગ્રામજનોની રજૂઆત ની રાહ જોતું હોય તેવી દ્ર્શ્ય પ્રતીત થાય છે ત્યારે હવે આગામી સમયમાં કેમિકલ માફિયા પર કાર્યવાહી થશે કે કેમ એ જોવું રહ્યું.