મોરબી જિલ્લામાં એક બાજુ ગ્રામ પંચાયતની ચૂંટણી ને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો કડકડતી ઠંડીમાં પણ મતદાન કરી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા ના જ પંચાસર ગામમાં ઉલ્ટી ગંગા જેવો ઘાટ સર્જાયો છે જેમાં શિવનગર અલગ ગ્રામપંચાયત બનાવવાની માંગ સાથે ગ્રામજનોએ મતદાન બહિષ્કાર કર્યો છે.
મોરબી તાલુકાના પંચાસર ગામના કુલ ત્રણ બુથ માંથી બુથ નંબર 3 માં એક પણ મત પડ્યો ન હોવાથી બુથ ભેંકાર ભાસી રહ્યું છે.પંચાસર ગામમાં આવેલ શિવનગર માં 891 નું મતદાન છે જેથી ગ્રામજનોએ શિવનગરને અલગ ગ્રામ પંચાયત બનાવવાની માંગ સાથે આગાઉ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી જે ને પગલે આજે એક પણ મત હજી સુધી પડ્યો ન હોવાથી ફરજ પરના અધિકારિઑ કર્મચારીઓ પણ નવરા ધૂપ બેઠા છે.
ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી શિવનગરને અલગ ગ્રામપંચાયત બનાવવાની ગ્રામજનોની માંગ છે જે આજ સુધી ન સ્વીકારાતા ગ્રામજનોએ આ પગલું ભર્યાનું સામે આવ્યુ છે.