હળવદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોએ હાહાકાર મચાવી દીધો છે જેમાં સામાન્ય પ્રજાની સાથે સાથે મોરબી પોલીસની પણ ઊંઘ હરામ કરી દીધી છે.
જેમાં આજે હળવદ તાલુકાના ચરાડવા ગામે થી ગ્રામજનોએ શંકાસ્પદ શખ્સને ઝડપી લઇ અને પોલીને જાણ કરતા અને ચરડવાના ગ્રામજનો એકઠા થઇ જતા ડીવાયએસપી મોરબી,હળવદ પોલીસ,મોરબી તાલુકા પોલીસ,એલસીબી સાહિતનો પોલીસ કાફલો ચરાડવા ખાતે પહોંચી ગયો હતો અને ચોર નો કબ્જો મેળવ્યો હતો બાદમાં આટલેથી વાત ન અટકતા ચરડવા ગામની મહિલાઓ દ્વારા કથિત ચોરને લઈને જતી પોલીસ વાન નો રસ્તો રોકી આ શખ્સનું આખા ગામ માં ફુલેકુ કાઢવાની માંગણી કરવામાં આવી હતી જ્યારે મામલો થોડો ગરમાયો હતો પરંતુ પોલીસ બંદોબસ્ત વચ્ચે શંકાસ્પદ શખ્સને લઈ જતી પોલીસ વાનને ટોળા વચ્ચેથી સુરક્ષિત બહાર નીકળી ગયા હતા અને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.
જોકે દિવસ રાત ભય ની વચ્ચે ઉજાગરા કરતા ગ્રામજનોની માંગણી મુજબના એવા કોઈ પગલાં પોલીસ લઈ શકે નહીં અને એવું કોઈ પણ પગલું ભરવામાં પકડાયેલ શખ્સને કોઈ જાનહાની ન થાય એ તકેદારી પણ પોલીસને રાખવાની હોય છે અને કાયદાની મર્યાદામાં રહી આ શખ્સને પૂછપરછ કરીને તેને કઈ કઈ જગ્યાએ ચોરી કરી છે તેની સાથે બીજું કોણ શામેલ છે દરેક સવાલોના જવાબ વધુ પૂછપરછ બાદ જ જાણવા મળશે.