Thursday, December 26, 2024
HomeGujaratમોરબીના અણીયારી ગામના સરપંચનુ સસ્પેન્શન રદ કરવા જીલ્લા વિકાસ અધિકારીને ગ્રામજનોએ આવેદન...

મોરબીના અણીયારી ગામના સરપંચનુ સસ્પેન્શન રદ કરવા જીલ્લા વિકાસ અધિકારીને ગ્રામજનોએ આવેદન પાઠવ્યું

મોરબી તાલુકાના અણીયારી ગામના સરપંચ કંચનબેન દુર્લભજીભાઈ વરસડા સરપંચ તરીકેની પોતાની ફરજ બજાવવામાં સમર્થ ન હોવાથી તેમને સરપંચના હોદ્દા પરથી દૂર કરવા હુકમ કરવામાં આવ્યા છે. જેને લઈ ગ્રામજનો રોષે ભરાયા છે અને સસ્પેન્શનનો વિરોધ નોંધાવી સસ્પેન્શન અટકાવવા માટે માંગ કરવામાં આવી છે

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, સરપંચ સરકારના અગત્યના કામો કરવામાં સહકાર આપતા ન હોય તેમજ તમામ બાબતોનાં મુદ્દાઓ ધ્યાને લેતા અણીયારી ગ્રામ પંચાયતના પોતાની ફરજ બજાવવામાં અસમર્થ છે અને રજૂઆતોને ધ્યાને લઈ મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા દ્વારા સરપંચ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. જેને લઇ અણીયારી ગ્રામજનોએ જીલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવી સસ્પેન્શન અટકાવવા માટે માંગ કરી હતી. ત્યારે તેઓએ આવેદનમાં જણાવ્યું હતું કે, મહિલાઓને સમાજમાં આગવું સ્થાન અપાવવામાં કંચનબેન દુર્લભજીભાઈ વરસડાનું આગવું યોગદાન છે. જેને લઇ ગ્રામજનોએ સમરસતાથી કંચનબેન દુર્લભજીભાઈ વરસડાને ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે બિનહરીફ ચૂંટેલા હતા. તમામ ગામના નાગરિકો અને જ્ઞાતિજનોને યોગ્ય ન્યાય મળે તેવા તમામ પ્રયત્નો કંચનબેન દુર્લભજીભાઈ વરસડા દ્વારા હંમેશા કરવામાં આવતા હોય છે. હાલમાં જ અણીયારી ગામે કુલ 3 લાભાર્થીઓનાં 100 ચોરસ વારનાં પ્લોટ મંજૂર થયેલા હતા. ત્યારે હાલ ત્રણ પ્લોટ ફાળવવામાં આવે તો ગામનું વાતાવરણ તંગ બને તેવી પરિસ્થિતિ સર્જાઇ શકે તેમ છે. જેને લઈ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેલ દબાણ દૂર કરી તેમને વધુ પ્લોટ ફાળવવામાં આવે તેવી લોકોની માંગ હતી. પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઈને આ ત્રણ પ્લોટ ન ફાળવવા માટે કંચનબેને ગ્રામજનો મત લીધો હતો. અને આ મતની રૂએ સરપંચ કંચનબેને સનદમા સહી કરી ન હતી. તેમજ ગામ બહારના જ્ઞાતિવાદી લોકો દ્વારા અમુક જ્ઞાતિને ઉશ્કેરી ગામની શાંતિ ભંગ થાય અને તેનું રાજકારણ સાચું કરવાના પ્રયત્ન થઇ રહ્યા છે. પણ સરપંચ પુત્ર વિરુદ્ધ ખોટી અરજીઓ થતી આવી છે જેને ગામ લોકો રદિયો આપે છે અને હાલ સરપંચને સસ્પેન્ડ કરેલ છે. તેમને ત્વરિત ચાર્જ સોપી સસ્પેન્શન રદ કરવા ગ્રામજનોએ માંગ કરી છે. માંગણી નહિ સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ગ્રામજનોએ તૈયારી દર્શાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!