મોરબીમાં ઉધોગની સાથે સાથે પ્રદુષણ નો પણ હરણફાળ વિકાસ થઈ રહ્યો છે જેને લઈને ખેડૂતોની ખેતી અને પાણી થર પર અસર થઈ છે આ પ્રદુષણ ના લીધે ગામડાઓ પણ પ્રદુષણ યુક્ત થઈ ચુક્યા છે ત્યારે આજે મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના બોર્ડર ના છતર ગામે કોઈ અજાણ્યાં ઈસમો વેસ્ટ કેમિકલ યુક્ત પ્રવાહી નાખી જતા પ્રથમ ધુમાડા નીકળતા ગ્રામજનોમાં ભય વ્યાપી જતા ગ્રામજનો બહાર દોડી આવ્યા હતા બાદમાં આજુબાજુ ના ગામોમાં પણ અમુક ગ્રામજનો રાતવાસો કરવા દોડી ગયા છે જો કે આ સમગ્ર ઘટનાની જાણ ગ્રામજનોએ પ્રદુષણ વિભાગને કરતા મોરબી જીપીસીબી ની ટિમો ત્વરિત તપાસ અર્થે રવાના થઈ ચુકી છે તો બીજી બાજુ આ ઘટનાની જાણ મોરબી એસપી એસ આર ઓડેદરા ને થતા જ આ વેસ્ટ ઠાલવી જનારા ચમરબંધીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના સાથે પોલીસ કાફલો રવાના કરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સૂચના આપી દીધી છે હાલ છતર ગામમાં ભયનો માહોલ યથાવત છે ત્યારે આ પ્રદુષણ યુક્ત કેમિકલ કોણ નાખી ગયું એ મોટો પ્રશ્નાર્થ છે ત્યારે ગ્રામજનો ના આરોગ્ય સાથે ચેડાં કરનાર ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવુ એસપી સુબોધ ઓડેદરા એ જણાવ્યું હતું.