Monday, March 10, 2025
HomeNewsમોરબીમાં વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બુધવારે મેગા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

મોરબીમાં વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બુધવારે મેગા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

બાળક માટે શ્રેષ્ઠ સ્ટ્રીમ કેવી રીતે પસંદ કરશો ? શાળા V/s કોચિંગ V/s સેલ્ફ-સ્ટડી -કયો વિકલ્પ શ્રેષ્ઠ? સહિતના બાળક અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નો અંગે મળશે સચોટ માર્ગદર્શન

- Advertisement -
- Advertisement -

મોરબીની વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ બાળકોને શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવામાં મદદ કરવા તા. 12મી માર્ચને બુધવારના રોજ સાંજે 4:00 વાગ્યે D’n’D (Pre-school), રત્નકલા એક્સપોર્ટ્સ, સ્કાય મોલ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે મેગા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવા જઈ રહી છે.

બાળક માટે શ્રેષ્ઠ સ્ટ્રીમ કેવી રીતે પસંદ કરશો ? શાળા V/s કોચિંગ V/s સેલ્ફ-સ્ટડી – કયો વિકલ્પ શ્રેષ્ઠ? વિજ્ઞાન અને વાણિજ્ય ક્ષેત્રમાં LIMITLESS કારકિર્દી વિકલ્પો!, હોસ્ટેલ V/s હોમ – શું તમારા માટે વધુ સારું છે? કિંમતવાન ડિગ્રી કે સોલિડ સ્કિલ્સ? – સફળતાનો સાચો ફોર્મ્યુલા! શિક્ષણમાં નેતૃત્વ, શિસ્ત અને લાઇફલૉન્ગ સફળતા સહિતના પ્રશ્નો તથા મુદા ઉપર સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વિનય ઈન્ટરનેશનલ સ્કૂલમાં વિજ્ઞાન અને વાણિજ્ય – બંને માટે સ્પેશિયલ સેશન ચાલે છે. વિજ્ઞાનમાં JEE, NEET, GUJCET માટે તેમજ વાણિજ્યમાં Accounts, Business Studies, Economics માં એક્સપર્ટ માર્ગદર્શન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને 100% JEE, NEET & GUJCET સપોર્ટ આપવામાં આવે છે. વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ અને ટેક-ડ્રિવન શિખણ પદ્ધતિથી અહીં શીખવવામાં આવે છે. હાલ અહીં ધોરણ 11 (Science & Commerce)માં પ્રવેશ શરૂ થઈ ગયો છે. વધુ માહિતી માટે મો.નં. 75758 08830 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!