Wednesday, March 11, 2026
HomeGujaratહળવદના કડીયાણા ગામે સમાધાન બેઠક દરમિયાન હિંસક ઝઘડો, સામસામી ફરિયાદ નોંધાઈ

હળવદના કડીયાણા ગામે સમાધાન બેઠક દરમિયાન હિંસક ઝઘડો, સામસામી ફરિયાદ નોંધાઈ

જૂના ઝઘડાના મામલે વાતચીત માટે ભેગા થયેલા બે જૂથ વચ્ચે છરી-તલવાર અને લોખંડના પાઇપથી એકબીજા ઉપર હુમલો.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના કડીયાણા ગામે અગાઉના ઝઘડાના મુદ્દે સમાધાન કરવા બોલાવવામાં આવેલી બેઠક દરમિયાન બે જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. બંને પક્ષોએ એકબીજા સામે હુમલો અને મારામારીના આક્ષેપો સાથે હળવદ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને કેસમાં કુલ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હળવદ તાલુકાના કડીયાણા ગામે જૂના ઝઘડાને લઈ સમાધાન માટે બોલાવવામાં આવેલી બેઠક દરમિયાન બે જૂથ વચ્ચે ગંભીર મારામારીની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે બંને પક્ષોએ એકબીજા સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પ્રથમ ફરિયાદ મુજબ કડીયાણા ગામની સીમમાં રહેતા જશીબેન કાળુભાઈ વાઘેલા ઉવ.૪૭)એ આરોપી મહાદેવભાઈ કાળુભાઇ કોળી, સામંતભાઈ મહાદેવભાઈ કોળી અને એક અજાણ્યો ઈસમ એમ ત્રણ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, અગાઉ થયેલા ઝઘડાના સમાધાન માટે તેમને માથક ચોકડી પાસે બોલાવવામાં આવ્યા હતા. તે સમયે રાયધ્રા ગામના મહાદેવભાઈ કાળુભાઈ કોળી, સામંતભાઈ મહાદેવભાઈ કોળી અને એક અજાણ્યા વ્યક્તિ કારમાં આવી પહોંચ્યા હતા. અને આરોપીઓએ ગાળો બોલી ઢીકા-પાટુનો માર મારી તલવાર, છરી અને કુહાડી જેવા હથિયારથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરીયાદીને પેટ અને ડાબા હાથમાં છરીથી ઈજા પહોંચી હતી, જ્યારે તેમના પુત્ર નવઘણભાઈને છાતી અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

જ્યારે સામાપક્ષે ફરિયાદી મહાદેવભાઈ કાળુભાઇ દેત્રોજા રહે. રાયધ્રાએ આરોપી નવઘણભાઈ કાળુભાઇ દેવીપૂજક અને વિક્રમભાઈ રહે.ગામ કડીયાણા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી કડીયાણા ગામના નવઘણભાઈ દેવીપુજક અને વિક્રમભાઈએ તેમને ગાળો બોલી હુમલો કર્યો હતો. આરોપી નવઘણભાઈએ લોખંડના પાઇપથી ફરીયાદીના મહાદેવભાઇના જમણા હાથમાં માર માર્યો હતો જ્યારે વિક્રમભાઈએ ધોકાથી હુમલો કરી માથા સહિત શરીરના ભાગોમાં ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં ફરીયાદીને હાથમાં ફેક્ચર જેવી ઇજા તેમજ અન્ય મુંઢ ઇજાઓ થઈ હતી અને સાક્ષી સામંતભાઈને પણ કાન પાસે અને શરીરે ઇજાઓ થઈ હતી. બંને પક્ષની સામસામે ફરિયાદને આધારે હળવદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટની કલમ હેઠળ અલગ-અલગ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!