માળિયા મી પંથકમાં આજે શમી સાંજે માળિયા ના વાગડીયા ઝાંપે ફાયરીંગ નો બનાવ બન્યો હતો જેમાં બે પ્રાથમિક રીતે જાણવા મળતી વિગતો મુજબ બાળકો બાળકો વચ્ચે થયેલ માથાકૂટ નું ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આ માથાકૂટ બે જૂથો વચ્ચે પરિણમી હતી જેમાં.સામે સામે ફાયરીંગ થતાં એક નું મોત થઈ જતાં બનાવ હત્યા માં પરિણમ્યો છે.
જેમાં માળિયાના વાગડીયા ઝાંપા પાસે ફારુક હબિબભાઈ જામ,મોહિત હબિબભાઈ જામ કાશ્મ હબીબ ભાઈ જામ,હુસેન કાશમ ભાઈ જામ, જેડા ગુલામ અલી ભાઈ અને ઇસુંભ સબીભ સાધવાની સહિતના તેમજ બીજા જૂથના અલી મામદ ઉર્ફે અલિયો,હેદર અલી મામદ, શિરાજ, સિકંદર, હનીફ,અજર અલી માંમદ સહિત ના ઈસમો દ્વારા માથાકૂટ બાદ સામે સામે ફાયરીંગ કરતા સાત ઇસમોને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી ખાનગી હોસ્પિટલમાં આવ્યા છે તો સામેના પક્ષે પણ હૈદર ઈલ્યાસ જેડા ને ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું આ સિવાય અન્ય ઇજાગ્રસ્તો ને સારવાર મંખ્સેડવામાં આવ્યા છે આ બનાવ વધુ ઉગ્ર ના બને એ માટે પોલીસે ચુસ્ત બંડોબ્દસ્ત ગોઠવી દિધોં છે હાલ માળિયા મી.પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ને જૂથો વચ્ચે થયેલ હિંસક અથડામણ માં એક યુવકની હત્યા થતા માળિયા મી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.