Monday, November 25, 2024
HomeGujaratમોરબી પેપરમિલ એસોસિએશનના પ્રમુખ પદેથી વિપુલભાઈ કોરડીયાનું રાજીનામુ

મોરબી પેપરમિલ એસોસિએશનના પ્રમુખ પદેથી વિપુલભાઈ કોરડીયાનું રાજીનામુ

મોરબીમાં સિરામિક પછીનો બીજા નંબર પર પેપર ઉદ્યોગ છે. દેશના કુલ ઉત્પાદનનું 15 % ઉત્પાદન મોરબીમાં થાય છે. ત્યારે આ પેપર મિલના સંચાલકોનું એક એસોસિએશન છે. જેના પ્રમુખ પદે હાલ સુધી વિપુલભાઈ કોરડીયા બિરાજતા હતા. પરંતુ તેઓએ આજે અચાનક રાજીનામુ ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પેપર મિલ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ કોરડીયા દ્વારા રાજીનામુ આપતા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ સ્વૈચ્છિક રીતે મોરબી પેપર મિલ એસોસિએશનના પ્રમુખ તરીકે રાજીનામું આપે છે. તેઓએ એકદમ નિષ્ઠાપૂર્વક આ સંગઠનના પ્રમુખ તરીકે ત્રણ વર્ષ સુધી સેવા આપી છે અને આ ઉધોગના વિકાસ માટે સતત લડતા રહ્યા છે. પણ ઉદ્યોગના પ્રશ્ને સતત વાચા આપ્યા બાદ હવે તેમની સામાજિક અને પરિવાર પ્રત્યે ઉત્તર દાયિત્વની જવાબદારી વધી હોવાથી તેઓ પ્રમુખ તરીકેની સેવામાં કદાચિત ન્યાય ન આપી ન શકુ તે માટે પ્રમુખ તરીકેના પદ પરથી વિપુલભાઈ કોરડીયાએ સ્વેચ્છાએ રાજીનામુ આપી દીધું છે. જેની પેપરમિલ એસોસિએશનના તમામ લાગતા વળગતા નોંધ લે તેવી તેમના દ્વારા અપીલ કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!