મોરબીમાં ગઈકાલે વિરાંજલી કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાજર ૧૫૦૦૦ જેટલા લોકોની નજર સમક્ષ ફરી એક વાર આઝાદી પેહલાના ભારતના કરુણ દ્રશ્યો જીવંત થયા હતા અને દેશની આઝાદી માટે કુરબાની આપનાર ક્રાંતિવીરોની શહીદગાથા ફરીથી જીવંત થઈ હતી.
સમગ્ર ગુજરાતમાં વિરાંજલી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જેમાં રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા ,મોરબી કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા અને રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને મોરબી જિલ્લા ભાજપ ના અગ્રણીઓની ઉપસ્થિતીમાં મોરબી ખાતે ગઈકાલે ૧૬ મો વિરાંજલી કાર્યક્રમ યોજાયો હતો ગુજરાતના સૌથી મોટા આ મલ્ટી મીડિયા શો માં ગુજરાતના પ્રખ્યાત કલાકાર સાંઈરામ દવે સહિત ૧૦૦ કરતા વધુ કલાકારો દ્વારા અંગ્રેજો સામે લડત આપનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ ,દ્વારકાના મુળુભા માણેક તેમજ ક્રાંતિવીર વીર શહીદ ભગતસિંહ ,સુખદેવ અને રાજગુરુ ના આબેહૂબ અભિનય કરી ને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા તેમજ દરેક ક્રાંતિવિરોની જીવનગાથા ને ટૂંકમાં વર્ણવી હતી જે કાર્યક્રમ માં ૧૫૦૦૦ કરતા વધુ લોકોએ નિહાળ્યો હતો અને દેશભક્તિની જ્વાળા ને પ્રજ્વલિત કરવા તેમજ વીર શહીદોની કુરબાની અને યાતનાઓ ને સચોટ રીતે જાણી શકાય અને અનુભવી શકાય તે માટે અને વિસરાયેલી વીરગાથાઓ પુનઃ જીવિત કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
અંતમાં કલાકાર સાંઈરામ દવે દ્વારા દેશભક્તિ ને અંતિમ શ્વાસ સુધી ઈમાનદારી થી નિભાવવી અને દેશના તિરંગાને હંમેશા પોતાના દિલમાં રાખવા લોકોને અપીલ કરવામાં આવી હતી.
વિરાંજલી કાર્યક્રમ નિહાળવા માટે અહી ક્લિક કરો