શ્રી લીમડા વાળા મામાદેવ ગ્રુપ મોરબી દ્વારા મોરબીના મુનનગર ૬ લાતી પ્લોટમાં આવેલ શ્રી લીમડા વાળા મામાંદેવ ચોથો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. લીમડા વાળા મામાદેવનો વિરપુરૂષ યજ્ઞ તથા ડાક ડમરું નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ઉપસ્થિત રહેવા શ્રી લીમડા વાળા મામાદેવ ગ્રુપ દ્વારા મોરબી દ્વારા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શ્રી લાતી પ્લોટના લીમડા વાળા મામાદેવ તથા આઇશ્રી આંબલીવાળી ખોડીયાર માતાજી તથા શ્રી પીર ડાડાના સાનિધ્યમાં વિક્રમ સવંત ૨૦૮૦ ને ચૈત્ર સુદ ૭ ને તા. ૧૫/૦૪/૨૦૨૪ સોમવારના રોજ શ્રી લીમડા વાળા મામાદેવનો વિર પુરુષ યજ્ઞ તથા ડાક ડમરુ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.. જેમાં મુખ્ય પ્રસંગો શ્રી મામાદેવનો વિરપુરુષ યજ્ઞ સવારે શુભ ચોઘડીયે, શ્રી મામાદેવની મહા આરતી સાંજે ૦૬:૩૦ કલાકે, શ્રી મામાદેવ મહા પ્રસાદ સાંજે ૦૬:૪૫ કલાકે અને શ્રી લીમડા વાળા મામા દેવનો ડાક ડમરુ કાર્યક્રમ રાત્રે ૧૦:૦૦ વાગ્યે યોજવામાં આવશે. જેમાં રાવળ દેવ શ્રી કાથળ તથા મિલનભાઈ (મોટી મેંગણીવાળા), શ્રી ભદ્રકાળી માતાજી તથા શ્રી લીમડા વાળા મામા દેવના ઉપાશક શ્રી કૌશિકભાઈ પી. રાણપરા અને શ્રી ચામુંડા માતાજી તથા શ્રી જેલ રોડ વાળા મામા દેવના ઉપાશક શ્રી કુલદીપ ભાઈ એન દશાડિયા ઉપસ્થિત રહેશે.જે કાર્યક્રમ મોરબીના પટેલ ટ્રાન્સપોર્ટ પાસે મુન નગરના લાતી પ્લોટ – ૬ ખાતે કાર્યક્રમ યોજવામાં આવશે. જે કાર્યક્રમમાં મોરબીની ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અને પધારવા શ્રી લીમડા વાળા મામાદેવ ગ્રુપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.