કોરોના કાળ દરમિયાન જે બ્રાહ્મણો નું મૃત્યુ થયું અને જેમની અંતિમવિધિ પરિવાર જનો વિધિવત રીતે શક્યા ન હતા, જેમના આત્મા ની શાંતિ માટે આજે મોરબી જિલ્લા બ્રહ્મસમાજ,પરશુરામ ધામ તેમજ યુવા પરશુરામ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે વિષ્ણુ યાગ નું આયોજન કરવામાં આવ્યું.
જેમાં કુલ 13 જેટલા યજમાનો જોડાયા હતા આચાર્ય પદે વાઘપર વાળા શાસ્ત્રી કૌશિક ભાઈ વ્યાસ બિરાજમાન થયેલ. આ કાર્યક્રમ ને સફળ બનાવવા પરશુરામ ધામ ના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, મોરબી જિલ્લા બ્રહ્મસમાજ ના પ્રમુખ ભરત ભાઈ ઓઝા,પરશુરામ યુવા ગ્રુપ ના પ્રમુખ નિરજ ભાઈ ભટ્ટ,મહામંત્રી ધ્યાનેશભાઈ રાવલ જિલ્લા મહામંત્રી ચિંતન ભાઈ ભટ્ટ,તથા તમામ સભ્યો યગ્નેશ જાની, આર્યન ત્રિવેદી મહિલા મંડળ પ્રમુખ નિલાબેન પંડિત એ તનતોડ મહેનત કરેલ.