હિન્દૂ હૃદય સમ્રાટ અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજ્યંતિ નિમિત્તે આજે 11 વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા મોરબીના સબ જેલ ચોકમાં આવેક છત્રપતિ શિવાજી સર્કલ ખાતે શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતાં. આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કે.બી. બોરીચા, વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ મહેન્દ્રભાઈ સવસાણી, વિજયભાઈ કુંભરવાડીયા, જગદીશભાઈ રાઠોડ, ઈશ્વરભાઈ કંજારીયા, જીતુભાઈ ચાવડા સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તથા ગૌરક્ષા ગ્રુપના અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.