Thursday, April 17, 2025
HomeGujaratવિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ મોરબી પ્રખંડ દ્વારા બાલોપાસના દિવસ નિમિતે સામૂહિક...

વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ મોરબી પ્રખંડ દ્વારા બાલોપાસના દિવસ નિમિતે સામૂહિક સુર્યનમસ્કારનું આયોજન

વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ મોરબી પ્રખંડ દ્વારા મોરબીના તમામ સનાતની ભાઇઓ તથા બહેનો માટે બાલોપાસના દિવસ નીમીતે શ્રી હનુમાન જન્મોત્સવ તા. ૧૨/૦૪/૨૦૨૫ ને શનિવારના દિવસે સવારે ૫:૪૫ વાગ્યા થી ૭:૩૦ વાગ્યા સુધી સામુહીક સુર્યનમસ્કારનું આયોજન કર્યું છે. જેમાં પંજીકરણ માટે તા. ૧૧/૦૪/૨૦૨૫ સાંજે ૬ વાગ્યા સુધીમાં જાહેર કરેલ નંબર પર નોંધ કરાવી દેવા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ મોરબી પ્રખંડ દ્વારા મોરબીના તમામ સનાતની ભાઇઓ તથા બહેનો માટે બાલોપાસના દિવસ નીમીતે શ્રી હનુમાન જન્મોત્સવ તા. ૧૨/૦૪/૨૦૨૫ ને શનિવારના દિવસે સવારે ૫:૪૫ વાગ્યા થી ૭:૩૦ વાગ્યા સુધી સામુહીક સુર્યનમસ્કાર નુ આયોજન મોરબી લીલાપર કેનાલ રોડ નવયુગ પ્રી સ્કુલ પાસે, રામોજી ફાર્મ ખાતે કરવામાં આવ્યું છે. જે સામુહીક સુર્યનમસ્કારમા દરેક વ્યક્તીએ પોતાની સ્વઇચ્છાએ ભાગ લેવાનો છે. અને પોતાની શારીરિક ક્ષમતા અનુસાર સુર્યનમસ્કાર કરવાના છે. જે ભાઇઓ તથા બહેનો સામુહીક સુર્ય નમસ્કારમા ભાગ લેવા માંગતા હોય તો પોતાનું પંજીકરણ તા. ૧૧/૦૪/૨૦૨૫ ને શુક્ર્વાર સાંજે ૬ વાગ્યા સુધીમાં ચેતનભાઇ પાટડીયા મો. ૮૫૧૧૧૧૧૦૮૦, ભાર્ગવભાઇ ભાટીયા મો. ૯૯૨૪૦૦૪૦૭૬,

તેજલબેન કણજારિયા મો. ૭૮૬૧૮૬૬૯૭૫ અને દેવાંગીબેન વ્યાસ મો. ૯૪૮૪૯૬૫૬૬૭ સંપર્ક કરી નામ નોધાવી શકાય છે. સામુહીક સુર્ય નમસ્કાર ભાગ લેનાર તમામ લોકોને પ્રમાણપત્ર આપવામા આવશે. જે લોકોએ ફોન દ્વારા પોતાનુ પંજીકરણ કરાવવાનુ બાકી હશે તેમનુ આયોજન સ્થળ ઉપર પંજીકરણ કરવામા આવશે. જેમાં સ્થળ ઉપર પંજીકરણ સવારે ૫:૦૦ વાગ્યા થી ૫:૩૦ વાગ્યા સુધીના નામ નોધાવી શકાશે. જેમાં સૌજન્ય તરીકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન અને આયુષ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને કાર્યક્રમ સહયોગી તરીકે વિનય કરાટે એકેડમી અને યોગોમ યોગ ક્લાસીસ દ્વારા સહયોગ આપવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!