Saturday, January 11, 2025
HomeGujaratવિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા ૫૦૦૦ થી વધુ ચોપડાનુ નિશુલ્ક...

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા ૫૦૦૦ થી વધુ ચોપડાનુ નિશુલ્ક વિતરણ કરાયુ

સ્વ. અશ્વિનભાઈ મુળજીભાઈ પરમાર ના સ્મરણાર્થે ચિંતનભાઈ તેમજ ગૌરાંગભાઈ પરિવાર દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત થયો

- Advertisement -
- Advertisement -

આજરોજ હળવદ મધ્યે આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા અને સ્વ. અશ્વિનભાઈ મુળજીભાઈ પરમાર ના સ્મરણાર્થે ચિંતનભાઈ તેમજ ગૌરાંગભાઈ પરિવાર દ્વારા આર્થિક સહયોગ થકી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ૫૦૦૦ થી વધુ ચોપડા નું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું હળવદ ના વિવિધ વિસ્તાર માં રહેતા તમામ સમાજ અને તમામ ધર્મ ના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સારી રીતે શિક્ષણ મેળવી શકે તેવા શુભ આશય થી નિશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં મંદિર ના મહંત શ્રી દિપકદાસજી મહારાજ , બજરંગદળ ગુજરાત ના સંયોજક ભાવેશભાઈ ઠક્કર , બીપીનભાઈ દવે , રણછોડભાઈ દલવાડી , ઈશ્વરભાઈ દલવાડી , પરેશભાઈ રાવલ , રશ્મિભાઈ દેથરીયા , કિરણભાઈ પંડ્યા , રિશિભાઈ મહેતા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હળવદ ના તમામ સમાજ તમામ ધર્મ અને તમામ વર્ગ ના જરૂરિયાતમંદ  વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક ચોપડા વિતરણ થકી સામાજિક સમરસતા નો સંદેશ અને સનાતન સંસ્કૃતિ ની વિરાટતા ના દર્શન રહ્યા હતા

આ કાર્યક્રમ ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના કાર્યકર્તાઓ તેમજ સેવાભાવી યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!