Friday, January 10, 2025
HomeGujaratમોરબી પત્રકાર એસોસિયેશન દ્વારા શ્રી રામ મહેલ મંદિર ખાતે આયોજિત વિશ્વ શાંતિ...

મોરબી પત્રકાર એસોસિયેશન દ્વારા શ્રી રામ મહેલ મંદિર ખાતે આયોજિત વિશ્વ શાંતિ સરસ્વતી મહાયજ્ઞ સંપન્ન

આગામી તા.૨૨ જાન્યુઆરી ના રોજ અયોધ્યા મુકામે પ્રભુ શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ઠેર ઠેર ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ સમગ્ર ઉત્સવ ને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને વિશ્વ ભરમાં કાયમી શાંતિ સ્થાપિત થાય તે હેતુથી મોરબીમાં પણ પત્રકાર એસોસિયેશન દ્વારા મોરબીના ઐતિહાસિક શ્રી રામ મહેલ મંદિર ખાતે વિશ્વ શાંતિ સરસ્વતી મહા યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ઐતિહાસિક શ્રી રામ મહેલ મંદિર ખાતે આજે મોરબી પત્રકાર એસોસિયેશન દ્વારા વિશ્વ શાંતિ સરસ્વતી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું અને આ યજ્ઞ માં મોરબી પત્રકાર એસોસિયેશનના પ્રમુખ સહિતના તમામ હોદેદારો અને સભ્યો સાથે મોરબી જિલ્લા કલેક્ટર જી. ટી.પંડ્યા ,મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,ટંકારા ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરિયા તેમજ પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજા તેમજ રાજકીય અગ્રણીઓ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપાલિયા અને વિનોદભાઈ ભાડજા પુર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા્ તેમજ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ સંતોષભાઈ શેરસિયા ,મોરબી એસઓજી પીઆઈ એમ. પી .પંડ્યા,મોરબી તાલુકા પીઆઈ કે. એ.વાળા,મોરબી સીટી બી ડિવિઝન પીઆઈ પી. એ.દેકાવડિયા તેમજ એલસીબી પીએસઆઈ એન.એચ.ચુડાસમા,આઇબી પીએસઆઈ રાજદીપસીહ પરમાર ,તેમજ મોરબી જિલ્લા ભાજપના મંત્રી નીરજભાઈ ભટ્ટ,મોરબી તાલુકા ભાજપના અરવિંદભાઈ વાંસદડિયા ,જીગ્નેશભાઈ કૈલા,સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના આગેવાન અનિલભાઈ ભટ્ટ,પરશુરામ ધામ ના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા,સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ના અમિતભાઈ પંડ્યા,પરશુરામ યુવા ગ્રુપ ના મહામંત્રી નયન ભાઈ પંડ્યા,સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ ,મોરબી જિલ્લા ભાજપ મંત્રી અને જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ ના મહામંત્રી નીરજભાઈ ભટ્ટ મોરબી સિરામિક એસોસિએશન ના નિલેશભાઈ જેતપરિયા તેમજ ભાજપ આગેવાન અનોપસિંહ,વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી ભાવિકભાઈ ભટ્ટ હોદેદારો તેમજ હિન્દુ યુવા વાહીનીના કમલેશભાઈ બોરીચા, ચિન્ટુભાઈ પાટડિયા અને અંકિત કેલા સહિતના તેમજ માર્ગ અને મકાન વિભાગના હિતેશભાઈ આદ્રોજા, સ્વામિનારાયણ સંસ્થાના મહંતશ્રી અને બગથળા નકળંક ધામના મહંત શ્રી દામજી ભગત BAPS સંસ્થાના સંત પૂજ્ય હરિસ્મરણ સ્વામી. અને અનંતપ્રેમ સ્વામી શ્રી સ્વામીનારાયણ મંદિર સંસ્કારધામ મોરબી. દિવ્યપ્રકાશ સ્વામી. અને દેવ સ્વામી,નિર્મલભાઈ જારીયા પ્રમુખશ્રી બક્ષીપંચ મોરચો. જિલ્લા ભાજપ મોરબી.મંહત ગુલાબગીરી‌ ગોસ્વામી પ્રમુખશ્રી ‌મોરબી દશનામ ગોસ્વામી સમાજ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને ભવ્ય મહાયજ્ઞ યોજીને પ્રભુશ્રી રામની મહાઆરતી યોજી હતી અને ૨૨ જાન્યુઆરીના રોજ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તેવી પ્રાર્થના કરી હતી તેમજ જાહેર જનતાએ પણ આ મહાયજ્ઞમાં આહુતિ આપવાનો લ્હાવો લીધો હતો.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પત્રકાર એસોસિએશન ના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી, ઉપપ્રમુખ રવી ભાઈ ભડાનીયા, મહામંત્રી ભાસ્કર ભાઈ જોશી,સહમંત્રી આર્યનભાઈ સોલંકી ખજાનચી પંકજ ભાઈ સનારિયા એ ભારે જહેમત ઉઠાવી જેમાં મોરબી પત્રકાર એસોસિએશન કારોબારી સભ્ય અતુલભાઈ જોશી, ઋષિભાઈ મહેતા, સંદીપ વ્યાસ તેમજ સભ્ય અલ્પેશભાઈ ગોસ્વામી,પ્રવીણભાઈ વ્યાસ,જીગ્નેશભાઈ ભટ્ટ, હિમાંશુ ભાઈ ભટ્ટ, હરનિશભાઈ જોશી, મહેન્દ્રસિંહ જાડેજા એ ઉપસ્થિત રહી યંજ્ઞમાં હાજરી આપી હતી. પત્રકાર એસોસિએશન ના આ પ્રેરણાદાયી આયોજન ને ઉપસ્થિત તમામ મહાનુભાવો એ બીરદાવી ને અભિનંદન આપ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!