વિશ્વ વિભૂતિ સ્વામી દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમિ ટંકારા તાલુકો બન્યા પછી પણ હજુ આ ટંકારા ગામડું હોય એમ જુના ઢાંચાને તોડી સગવડ હતી એ પણ છિનવી લેવાઈ છે. ટંકારા ગ્રામ પંચાયત અસ્તિત્વ હોવાથી ટંકારાનો શહેર જેવો હજુ સુધી વિકાસ થયો નથી. સ્વામીજીને કારણે ટંકારા દેશભરમાં આર્યસમાજીથી જાણીતું છે. છતાં તાલુકા કક્ષાની સુવિધાઓ આપવામાં આવી જ નથી. જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢેરની જેમ સમસ્યાઓના પણ ખડકલા છે. પણ હવે રહી રહીને સરકારે ટંકારાને નગરપાલિકાનો દરરજો આપી દીધો છે. એટલે કદાચ હવે ટંકારાનો ઉધાર થાય એમ પ્રજાજનોને લાગે છે.
ટંકારા તાલુકો હોવાથી ધીરેધીરે સીટી જેવો વિકાસ થવો જોઈએ એના બદલે હજુ ગ્રામ પંચાયત અસ્તિત્વમાં છે. વસ્તીનો પણ વિસ્ફોટ થયો હોવાથી સુવિધા આપવામાં ગ્રામ પંચાયત ટૂંકી પડે છે. આ માટે સરકારમાંથી ગ્રાન્ટો પણ આવવી જોઈએ. આ ગામમાં સિંચાઇની સુવિધા નથી. બસ સ્ટેન્ડ છે પણ બસ નથી. દવાખાનું છે પણ ડોકટર નથી અને દર્દ છે તો દવા પણ નથી. એમ્બ્યુલન્સ છે પણ ડ્રાઇવર નથી. રેલવે સ્ટેશન છે. પણ ટ્રેન જ નથી. મામલતદાર, તાલુકા પંચાયત, સહિતની સરકારી કચેરીઓમાં મહેકમ મુજબ પૂરતો સ્ટાફ જ નથી. આઝાદી વખતના મહેકમમા સુધારો નથી યુવાનો માટે રમત ગમતના સાધનો તેમજ મેદાનો અને જીમનેશિયમના સાધનો નથી. બાળકો રમવા માટે બાલ ક્રીડાગણ એટલે એકપણ સારો બગીચો નથી. ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીનો કોઈ નિકાલ જ નથી. તેથી બારેમાસ ઉભરાતી ગટરોથી ગંદા પાણી અને ચોમાસામાં થોડા વરસાદમાં પણ પાણી ભરાય છે. ગામની ચારેય દિશામાં ગંદકીના ગંજ હોવાથી સ્વચ્છતા અભિયાનના ધજાગરા થયા છે. પીવાના પાણી મોટી તંગી છે. કારણ કે 2011ની વસ્તી ગણતરી મુજબ પાણી વિતરણ થતું હોય હવે વસ્તી વધુ હોય બધે જ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી. ગામના રસ્તાઓ ઉટની પીઠ જેવા છે. છાસવારે કોઈને કોઈ કારણોસર પાણીની લાઈટો તૂટતી હોય મોટી માત્રામાં પાણી વહી જતું હોવા છતાં પાણીની લાઈનનું યોગ્ય રિપેરીગ થતું ન હોવાથી વારંવાર પાણીનો કાપ મુકવામાં આવતા પ્રજા પાણી વિના આવી કાળઝાળ ગરમીમાં ટળવળે છે. પાણીનો ટાંકો જર્જરિત હોય ગમે ત્યારે તૂટી શકે એમ છતાં મોટી દુર્ઘટનાની તંત્ર રાહ જોતું હોય એમ યોગ્ય કાર્યવાહી કરાતી જ નથી. આવી અનેક સમસ્યાઓથી પીડાતા ટંકારા શહેરને હવે નગરપાલિકાનો દરરજો મળતા સમસ્યાઓ દૂર થશે એવી પ્રજાને આશા છે. સાથે ઈતિહાસમાં અમર થયેલ ટંકારાની જુની ધરોહર જાળવે એ ખુબ જરૂરી છે.