હળવદમાં માંડવી દાબેલીની દુકાન આજુબાજુથી વિવો કંપનીનો મોબાઇલ ચોરાયો,ફરિયાદ નોંધા
હળવદના શિરોઈ ગામે રહેતા યુવકનો મોબાઇલ હળવદમાં આવેલ રાણા સાહેબના દવાખાના નજીક માંડવી દાબેલીની દુકાનની આજુબાજુથી વિવો કંપનીના મોબાઇલની ચોરી થઈ હોવા અંગેની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના શિરોઈ ગામે રહેતા પીયૂષભાઈ દિનેશભાઇ વાઘેલા ગત તા. ૦૬/૧૦ના રોજ હળવદ ટાઉનમાં કોઈ કામ સબબ ગયા હતા જ્યાંથી તેમનું કામ પૂર્ણ કરી તેમના મિત્ર સાથે રાણાસાહેબના દવાખાના સામે આવેલ માંડવી દાબેલીની દુકાને નાસ્તો કરવા ગયા હોય ત્યાંથી નાસ્તો કરી જતી વખતે તેમનો વિવો કંપનીનો V૨૯ ૧૨૮ રેડ મોડલનો મોબાઇલ ક્યાંય જોવા મળ્યો નહીં જેથી ત્યાં આજુબાજુમાં મોબાઇલ અંગે તપાસ કરતા મળી આવ્યો ન હતો. જ્યારે અન્ય મોબાઈલમાંથી તેમાં કોલ કરતા મોબાઇલ બંધ આવતા આ મોબાઇલ કોઈએ ચોરી કરી લઈ ગયાનું જાણવા મળતા, પીયૂષભાઈએ પ્રથમ ઇ-એફઆઈઆર બાદ હળવદ પોલીસ મથકમાં રૂબરૂ મોબાઇલ ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા મોબાઇલ ચોર આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.