રાજકોટમાં બનેલ TRP ગેમ ઝોનમાં અગ્નિ કાંડની દુર્ઘટના ઘટી હતી. જેમાં મૃત્યુ પામેલ જીવાત્માનોના કલ્યાણ અર્થે હળવદમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન શ્રી લોહાણા મહાજન વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જે રક્તદાન કેમ્પમાં સ્વ. પુનરવસુભાઈ એચ રાવલની નવમી માસિક પુણ્ય તિથિ નિમિત્તે મુખ્ય દાતા તરીકે તેમના પુત્ર મનીષભાઈ રાવલ અને કેદારભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા…
રાજકોટમાં બનેલ TRP ગેમ ઝોન અંગિકાંડની દુઘટર્નામાં મૃત્યુ પામેલ જીવાત્માનોના કલ્યાણ માટે હળવદ ખાતે સ્વૈચ્છિક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હળવદના શ્રી લોહાણા મહાજન વાડી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જે આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદ , પાટિયા ગ્રુપ , છોટાકાશી હળવદ સેવા ગ્રુપ , ફ્રેન્ડસ્ યુવા ગ્રુપ , HPL ગ્રુપ , યુવા ભાજપ , દિલ સે ફાઉન્ડેશન અને આઇ શ્રી ખોડિયાર રામદેવ રામા મંડળ ના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે બ્લડ ડોનેશન કેમ્પમાં 210 બ્લડની બોટલ એકત્ર થઇ હતી.
જે સિવિલ હોસ્પિટલ અમદાવાદ (અસારવા) ખાતે લોહીની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણ માટે નિઃશુલ્ક ઉપયોગમાં લેવામાં આવશે. ત્યારે આ કેમ્પમાં યુવાન ભાઈઓ, બહેનો અને વડીલોએ મિત્ર વર્તુળ સાથે આવી રક્તદાન કરવા આયોજકોએ અપીલ કરી હતી. જે કેમ્પમાં મુખ્ય દાતા તરીકે સ્વ. પૂનરવસુભાઈ એચ રાવલની નવમી માસિક પુણ્ય તિથિ હોવાથી આ કેમ્પના મુખ્ય દાતા તરીકે તેમના પુત્રો મનીષભાઈ રાવલ અને કેદારભાઈ રાવલ જોડાયા હતા. ત્યારે આ કેમ્પમાં રક્તદાન કરી અને TRP ગેમઝોનમાં મૃત્યુ પામેલ જીવાત્માઓને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હળવદના રાજકીય, સામાજિક આગેવાનોએ ખાસ હાજરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ તાલુકો સ્વૈચ્છિક રક્તદાન શિબિરના કેમ્પનું આયોજન કરવામાં અગ્રેસર છે. ત્યારે આજના કેમ્પમાં હળવદના સેવાભાવી નાગરિકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. હળવદ તાલુકાના વિવિધ સામાજિક ગ્રુપોના સભ્યોએ ઉપસ્થિત રહી સામૂહિક રક્તદાન કર્યું હતું. તેમજ 5 વ્યક્તિઓએ પોતાના જન્મદિવસ નિમિતે રક્તદાન કર્યું હતુ તો 55 વર્ષની ઉંમરે પોતાની જિંદગીમાં સર્વ રક્તદાન કરનાર દાદાએ રક્તદાન કરી જીવે ત્યાં સુધી નિયમિત રક્તદાન કરવા માટે કટિબદ્ધ બન્યા હતા. તદઉપરાંત 4 દંપતિએ સહજોડે રક્તદાન કરી સમાજને નવો રાહ ચીંધ્યો હતો. તેમજ વર્તમાન સમયમાં આકરી ગરમી પડી રહી છે.ત્યારે સમગ્ર કાર્યક્રમ AC હોલમાં રાખવામાં આવ્યો હતો. જેથી રક્તદાન કરવા આવેલ રક્તદાતાઓને રક્તદાન કરવા માટે સાનુકૂળતા રહી હતી. ત્યારે આ તકે શ્રી લોહાણા મહાજન વાડીના સર્વે સંચાલકોનો અને આ સેવાકીય કાર્યમાં સહયોગ આપનાર હળવદની જાહેર જનતાનો આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો.