વર્તમાન કોરોના મહામારીના કપરા સમયે બ્લડ બેંકમાં બ્લડની અછત ના સર્જાય તે હેતુથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળને 7 વર્ષ પૂર્ણ થતાં આજરોજ મોરબી સ્થિત સંસ્કાર બ્લડ બેંક ખાતે મોરબી શહેર અને મોરબી ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા સ્વૈચ્છીક રકતદાન કેમ્પ યોજાયો હતો જેમાં મોરબી શહેર અને મોરબી ગ્રામ્ય યુવા ભાજપના કાર્યકરોએ સ્વૈચ્છીક રીતે રકતદાન કેમ્પમાં રકતદાન કર્યું હતું અને થેલેસીમિયાગ્રસ્ત બાળકો અને લોહીની જરૂરિયાત છે તેવા દર્દીઓ માટે ઉત્સાહભેર રકતદાન કર્યું હતું આ કાર્યક્રમમાં રાજકોટના સંસદસભ્ય મોહન કુંડારિયા , પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતી કવાડિયા , મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા , મોરબી માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન મગન વડાવીયા , જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા , જિલ્લા ભાજનના પૂર્વ પ્રમુખ રાઘવજી ગડારા , મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા , તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંસદળીયા , શહેર ભાજપ મહામંત્રી રિશીપ કૈલા , નગરપાલિકાના ચેરમેન સુરેશ દેસાઈ , જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હશુભાઈ પંડ્યા તથા મોરબી જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ રવિ સનાવડા સહિત આગેવાનો એ કાર્યક્રમ માં હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા યુવા મોરચાના હોદેદારો અને મોરબી શહેર અને ગ્રામ્ય યુવા ભાજપના સર્વે હોદેદારો, કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી