ચીફ ઓફિસર દ્વારા હાઈવે પાસે શહેરી રોડ બનાવવા સર્વે હાથ ધરાયો
ગુજરાત સરકારના મૃદુ મુખ્યમંત્રી દાદાએ બુલડોઝર અભિયાન ની અસર હેઠળ ટંકારા નગરપાલિકા દ્વારા 150 થી વધુ દબાણો દૂર કરવા નોટિસો ફટકારી દીધી હતી જેમાં જાતે દબાણ હટાવવા જણાવ્યું હોય દબાણકરતા દ્વારા છાપરા અને મંડપો દુર કરવા કવાયત હાથ ધરી છે બિજી તરફ વિકાસને વેગ આપવા માટે શહેરી રોડ હાઈવે હોડિંગો અને નાના ફેરીયાઓ બજાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા પાલિકા એ સર્વે હાથ ધર્યો નું જાણવા મળ્યું છે.
બિજી તરફ રહિશો દ્વારા નાસ્તા ખાણીપીણી અને અન્ય ચીજોમાં ભાવ તાલ ચોખ્ખાઈ ગુણવતા સહિતની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી ફ્રુડ વિભાગ સહિતની ટિમો વાર તહેવારે ચેકીંગ કરે એવી માંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકા કક્ષાનુ મથક હોવા છતાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા દયાનંદ સરસ્વતી ની જન્મ ભુમી ટંકારા ખાતે 200 મી જન્મ જયંતિ ની કાયમી સ્મૃતિ ભેટ સ્વરૂપે હમેશા પ્રજા પશ્રને પોઝીટીવ રહેતા ધારાસભ્ય દુલભજી દેથરીયાના અથાગ પ્રયત્નો થકી ટંકારા પાલિકાની ભેટ મળી છે ત્યારે આગામી દિવસોમાં ખુટતી તમામ શહેર લગતી સેવા ઉપલબ્ધ થાય એવી આશા રહિશો સેવી રહ્યા છે.