મોરબીમાં આગજનીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબી બસ સ્ટેન્ડ પાસે સર્વિસમાં જતી બસમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જો કે બનાવની જાણ થતા જ મોરબી ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે આ બનાવ બસ ને સર્વિસ માં મોકલવા સમયે બન્યો હતો પરંતુ જો આ બનાવ ચાલુ બસ માં બન્યો હોય તો મોટી જાનહાની થવાની શક્યતા હોવાથી આ બનાવને હળવાશમાં ન લઈને આ ગંભીર બેદરકારી અંગે તપાસ કરવી જરૂરી બન્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબી બસ સ્ટેન્ડ પાસે સર્વિસમાં જતી લક્ઝરી બસમાં આગ લાગી હોવાની ઘટના અંગે મોરબી ફાયર વિભાગમાં બપોરના સમયે ફોન આવતા ફાયર ફાયટર્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે ફાયર વિભાગ સ્થળ પર પહોંચે તે પહેલા જ આખી બસ આગની જપેટમાં આવી ગઈ હતી. જેના પર ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જો કે સદ્નસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. તેમજ બસમાં ફાયરના સાધનો હતા કે કેમ તે અંગે ફાયર વિભાગ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરશે.તેમજ મોરબી બસ પોર્ટ પર દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો આવન જાવન કરે છે તો બસો ના પાર્ટ્સ નુ એન્જિન નુ અને ટેકનિકલ ચેકીંગ સમયાંતરે નિયમિત કરવું જરૂરી છે ત્યારે આ બસ નુ ચેકીંગ થયું હતું કે કેમ?જો થયું હતું તો ક્યારે થયું હતું? એવું તો અચાનક કેવો ફોલ્ટ આવ્યો કે બસમાં આગ લાગી ગઈ?તેવા અનેક સવાલોના જવાબ મેળવવા અને ભવિષ્યમાં મોટી દુર્ઘટના ન બને તે માટે યોગ્ય તપાસ કરવી જરૂરી બની ગયું છે.