નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મોરબીના જણાવ્યાં મુજબ તા.૦૧/૦૧/૨૦૨૧ ની લાયકાતની તારીખ સંદર્ભે ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ચાર રવિવાર એટલે કે તા.૨૨ નવેમ્બર, ૨૯ નવેમ્બર, ૬ ડિસેમ્બર અને ૧૩ ડિસેમ્બર રવિવારના દિવસોમાં ખાસ ઝુંબેશ હાથ ધરાશે. જેમાં જે તે વિસ્તારના મતદાન મથકો ખાતે ડેઝીગ્નેટેડ ઓફિસર મુકાશે. જે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી ફોર્મ લેવા, ભરવા સહિતની કામગીરી કરી આપશે. મતદારયાદીમાં નામ છે કે કેમ? તે અંગેની પણ ચકાસણી કરી શકશે, તેવી ખાસ વ્યવસ્થા ગોઠવામાં આવેલ છે. ૬૫-મોરબી વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ તાજેતરમાં પૂર્ણ થયેલ હોય જેથી ૬૫-મોરબી વિધાનસભા મત વિસ્તારને બાદ કરતા અન્ય ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્યવે સર્વે લોકોએ પોતાનું મતદાર યાદીમાં નામ ઉમેરવું, નામ કમી કરવું, નામ સુધારવા જેવી કામગીરી કરવામાં આવશે જેથી ઉક્ત કાર્યક્રમમાં લોકો સજાગ અને સક્રિય બની વધુને વધુ લાભ લે તેવી જાહેર જનતાને મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જે.બી.પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.