વર્લ્ડ હેરિટેજ સાઇટ પાવાગઢ ખાતે, ગુજરાત તેમજ આજુબાજુના રાજ્યો, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાંથી દર્શનાર્થીઓ પાવાગઢની મુલાકાત લઇ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાના દર્શનનો લ્હાવો લેતા હોય છે, ત્યારે ગત તા ૨૬/૦૯/૨૦૨૨ થી તા ૦૯/૧૦/૨૦૨૨ દરમ્યાન પાવાગઢ ખાતે નવરાત્રીની ઉજવણી થઇ હતી. જે દરમિયાન ફકત નવ દિવસના સમયગાળામાં જ પાવાગઢ પોલીસે એક બે નહીં પણ અધધ ૨૧૮ મીસીંગ બાળકો/સ્ત્રી/વૃધ્ધોનું તેમના પરીવાર સાથે મિલન કરાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, નાયબ પોલીસ મહાનીરીક્ષક એમ.એસ.ભરાડા, પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તરફથી કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે યાત્રાળુઓને કોઇ તકલીફ ના પડે તેમજ યાત્રાળુઓ સોહાર્દ પુર્વકના વાતાવરણમા દશર્ન કરી શકે તે માટે જરૂરી સુચના સ્થાનિક પોલીસ તંત્રને આપવામાં આવી હતી. જેને લઈ પાવાગઢ પોલીસ સ્ટેશનના PSI આર.જે.જાડેજાએ મીસીંગ સ્કોડ તથા સર્વેલન્સ સ્કોડ તથા સી ટીમની રચના કરી હતી. ત્યારે કોરોના કાળના બે વર્ષ બાદ નવરાત્રી મહોત્સવની ઉજવણી થયેલ હોય જેમા પાવાગઢ શકિતપીઠ ખાતે લાખોની સંખ્યામા શ્રધ્ધાળુઓ આવેલ પાવાગઢ ડુંગર તેમજ જંગલ વિસ્તાર હોય દરેક જગ્યાએ નેટવર્ક આવતુ ન હોવાથી પાવાગઢ બસ સ્ટેશન તથા માચી ત્રણ રસ્તા તથા માચી તંબુ તથા દુધીયા ટી પોઇન્ટ તથા મંદીર પરીસર ખાતે મીસીંગ સેલ કાર્યરત કરવામા આવેલ હતી. તેમજ સધન પેટ્રોલીગ રાખવામા આવી હતી. જે દરમિયાન પરીવારથી વિખુટા પડી ગયેલ બાળકો તથા મહિલા તથા વૃધ્ધો સાથે કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે તેઓને સમયસર પરીવારથી મળાવવા ખુબ જ જરૂરી હોય છે. જેને લઇ નવરાત્રી મહોત્સવ દરમ્યાન પરીવારથી વીખુટા પડી ગયેલ કુલ ૮૪ બાળકો તેમજ ૧૩૨ વૃધ્ધો તેમજ મહિલાઓને પાવાગઢ પોલીસ સ્ટેશન તથા સી ટીમ તથા મીસીંગ સેલ દ્વારા પરીવારને શોધી તમામનું પરીવાર સાથે મીલન કરાવ્યું હતું.