Sunday, November 24, 2024
HomeNewsWakanerવાંકાનેર તાલુકા પોલીસે સીરામીક વેપારી સાથે પોણા બાર લાખની ટાઇલ્સની છેતરપીંડીમાં તમામ...

વાંકાનેર તાલુકા પોલીસે સીરામીક વેપારી સાથે પોણા બાર લાખની ટાઇલ્સની છેતરપીંડીમાં તમામ માલ જપ્ત કર્યો

સીરામીક કારખાનેદાર મહેન્દ્ર મૂંદડીયા એક વર્ષ પહેલાં રામ સિંગ રામલાલ જાટના કલકત્તા લખનઉ રોડ લાઇન્સના બે ટ્રક નંબર આર જે ૦૬ જી.ડી ૦૭૭૨ અને આર જે ૦૬ જીએ ૨૦૭૮માં હિલસ્ટોન સીરામીક તેમજ ક્રિપ્ટોન સીરામિકમાંથી રૂ.૧૧,૬૫,૭૧૨ રૂપિયાની વિટ્રીફાઇડ ભરી યુપીના ગાજીપૂર આવેલા ગિરિજા ટાઇલસ અને સેનેટરી વેર નો માલ મોકલ્યો હતો જેમાં ફરીયાદી કારખાનેદાર મહેન્દ્રભાઈએ તપાસ કરાવી હતી અને ટાઇલ્સ ભરેલા બન્ને ટ્રક બિલમાં દર્શાવેલ એડર્સ વાળા સ્થળે ન પહોંચ્યા હોવાનું જાણવા મળતા તેઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો અને બાદ કારખાનેદાર મહેન્દ્રભાઈએ આ મામલે ટાઇલ્સ ક્યાં ગઈ એ પૂછતાં બન્ને આરોપી દ્વારા ધાક ધમકી આપી હતી જેમાં કારખાને દાર દ્વારા પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તમામ માલ રિકવર કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

આ ફરિયાદના આધારેવાંકાનેર તાલુકા પી.એસ.આઈ આર.પી.જાડેજા હેડકોન્સ મનીષ બારૈયા, મેહુલ ઠાકર અને અશ્વિન લોખીલ સહિતનાએ બાતમીવાડી જગ્યાએ જઇ તપાસ કરતા આર.જે ૦૬ જી.ડી.૦૭૭૨ ટ્રક અને તેનો ચાલક નૂતન પ્રકાશ ગુર્જર મળી આવતા તેને ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ કરી હતી.પૂછપરછ દરમીયાન નુતન પ્રકાશે આરોપી રામસિંગના કહેવાથી ટાઇલ્સ ભરેલ એક ટ્રક અજમેર જિલ્લાના કિશનગઢ ગામ પાસેની દુકાનમાં જયારે બીજો ટ્રક રાજચિડિયા નામની હોટેલની બાજુના એક શોપિંગમાં ખાલી કરી હોવાની કબુલાત આપી હતી.પોલીસે આરોપી પાસેથી તમામ મુદામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓએ અન્ય કોઈ જગ્યાએ છેતરપીંડી આચરી છે કે કેમ એ અંગે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!