મોરબી શહેરમાં રોડ રસ્તાની ખરાબ પરિસ્થિતિ તેમજ શહેરભરમાં કાદવ કીચડ ની સમસ્યાને લઈને મોરબીમાં એક મેસેજ વાયરલ થયો છે જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને જગાડવા આ લખાણમાં એ શાબ્દિક ચાબખા માર્યા છે.જેમાં કોંગ્રેસે પણ માથું મારી સાથે વિરોધ નોંધાવ્યો છે. વાચો શું શાબ્દિક ચાબખા માર્યા છે આ મેસેજ માં.?
જે વાયરલ મેસેજમાં જણાવ્યું છે કે,
જાગો કાંતિભાઈ જાગો
જાગો કાંતિલાલ જાગો
જાગો તમારી મોરબી ની પ્રજા જગાડે જાગો કાનભાઈ જાગો…
ખૂબ મતો આપ્યા તમને એતો તમે જુઓ, કઈ અમારો વાંક નથી અમારા સામે જુઓ..
જ્યાં જુઓ ત્યાં કાદવ કીચડ ને પાણી,મોરબી ગયું ખાડા મા હવે જરા જુઓ…
જાગો કાનભાઈ જાગો
ઓહો……
ઘર મા પાણી આવતું નથી ને ગટર ના પાણી આવે આંગણે,
ગારા કીચડ ને ભૂગર્ભ ના પાણી ઉભા રોડ હાલે
ઉકરડા ગંદકી વાસ મારે કોઈ ઉપાડે નહીં એને,રાખવો પડે મોઢે રૂમાલ અમારે
રાતે અંધારું કોઈ નો નાખે લાઇટુ,હાલવા જેવું ક્યાય નથી માથે પડે ધાડુ.
તમે કેહતા હતા કે હું જાગીશ તમે હુંજો,હવે ખાલી મુદત મળે અને કરો છો ખલી મુહૂર્ત
અમે અહીં હેરાન છીએ ને તમે ફરો દિલ્હી ગાંધીનગર,એની કઈ જરૂર નથી અમારી હામે જુઓ.
ખરેખર ગયા કંટાળી અમે સુ કરીએ તમે જ બોલો
મિત્રો આ એક પ્રજા ને અને આપડા ધારાસભ્ય ને જગાડવા માટે નો એક પ્રયોગ કર્યો છે.
ઇતિહાસ મા મોરબી ની આવી બદતર હાલત ક્યારેય બની નથી અને જોઇ પણ નથી.
ખાલી ખાતમુહૂર્ત અને ઠાલા વચન ના બદલે નકર કામ કરવું જોઈએ.
પ્રજા પાસે થી વેરો ઉઘરાવ કરતા સરકાર માંથી પૈસા લઈ આવા જોઈએ.
ખેર મોરબી ની પ્રજા ને હવે જાગૃત થવું જોઈએ,કેવું જોઈએ અને હિસાબ માંગવો જોઈએ.
આ રીતનો મેસેજ સોશિયલ મીડિયામાં હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને મોરબીના લોકો પણ આ મેસેજમાં જણાવેલ સમસ્યાઓ ને અને વ્યથાને સમર્થન આપતા હોય તેમ મોરબીના તમામ સોશિયલ મીડિયા ગ્રુપમાં આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે મોરબી નો જીઆઇડીસી પાછળ ના ચિત્રકુટ સોસાયટી નો પોશ વિસ્તાર હોય કે પછી વેપારીઓ નો લાતી પ્લોટ વિસ્તાર કે પછી રવાપર રોડ હોય કે દલવાડી સર્કલ બોરિયા પાટી વિસ્તાર હોય કે કયજી છેવાડાના વિસ્તાર કે માળિયા કાયાજી પ્લોટ પાણી ભરવા ગટર ભરાવી આવા અનેક પ્રશ્નો સામાન્ય હોય તેવો ઘાટ જોવા મળો થયો છે એટલું જ નહિ મોરબીનાં ગ્રામ્ય વિસ્તારોમાં તમામ જગ્યાએ પ્રશ્નોની હાર માળા છે ત્યારે મોરબીનાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા એ મત લેવા સમયે કરેલા વાયદાઓ ભૂલી ગયા હોય તેવો ઘાટ સર્જાતા મોરબીની મહિલાઓ રણચંડી બની સમસ્યા નિવારવા માટે પાલિકા એ પહોંચે છે તો આજે આ વો મેસેજ મોરબીની પ્રજાએ સોશ્યલ મીડિયા ના માધ્યમ થી કાંતિભાઈ ના કાન સુધી વાત પહોંચે એ માટે પોતાની આપવીતી વર્ણવી છે ત્યારે હવે સોશ્યલ મીડિયાના માધ્યમ થી ફરી લોકોના માટે જીવંત થયેલા કાંતિ ભાઈ શું આ સોશ્યલ મીડિયાના મેસેજનો ધ્યાન માં રાખી લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરશે કે કેમ એ મોટો પ્રશ્ન છે.