વાંકાનેર ટાઉનમાં આવેલ પંચવટી સોસાયટી શેરી નં.૩ માં પાડોશી સાથે થયેલ અગાઉના ઝઘડાનો ખાર રાખી પડોશમાં જ રહેતા પરિવારના ૪ મહિલા સહિત ૧૨ સભ્યોએ લોખંડના પાઇપ, લાકડી, તલવાર તથા છુટ્ટા ઇટ અને પથ્થરના મારી હિંસક હુમલો કરવાની ઘટના સામે આવી છે, જે હુમલામાં પાડોશી પરિવારના સભ્યોને ફ્રેકચર તથા મૂંઢમાર જેવી ઇજા પહોંચી હતી, ત્યારે ભોગ બનનાર પાડોશી પરિવાર દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ૪ મહિલા સહિત ૧૨ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર-પંચાસર રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટી શેરી નં.૩ માં રહેતા દેવજીભાઇ આંબાભાઇ ટીડાણી ઉવ.૬૫ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી સંજયભાઇ પ્રવિણભાઇ ટીડાણી, અશોકભાઇ પ્રવિણભાઇ ટીડાણી, સિધ્ધરાજભાઇ અશોકભાઇ ટીડાણી, પ્રવિણભાઇ આંબાભાઇ ટીડાણી, સંગીતાબેન સંજયભાઇ, રાહુલભાઇ બટુકભાઇ, હકાભાઇ ઘુસરી, હકાભાઇની પત્ની, ગીતાબેન અશોકભાઇ, લખનભાઇ પ્રવિણભાઇ, સોનલબેન લખનભાઇ, ભાગ્યેશ લખનભાઇ રહે બધા વાંકાનેર વાળા એમ કુલ ૧૨ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું છે કે ફરીયાદી દેવજીભાઈ આંબાભાઈ ટીડાણીને આરોપીઓ સાથે અગાઉ મકાન વેચવા અને શેરીમા પાણી ઢોળવા બાબતે ઝગડો થયેલ હોય જે બાબતની દાઝ રાખી ગઈ તા.૧૬/૦૪ના બપોરના એકાદ વાગ્યે બોલાચાલી થયેલ હોય જે બાબતે આરોપીઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી રચી પ્રાણધાત હથીયારો ધારણ કરી ફરીયાદીના ધરે ગયા હતા, જ્યાં ફરીયાદી તથા સાહેદોને લોખંડના પાઇપ લાકડી અને તલવાર વતી તેમજ છુટા પથ્થર ઇટોના ઘા કરી આડેધડ માર મારી ફરીયાદી તથા સાહેદ ચેતનભાઇને પાઇપ અને તલવાર વતી માથાના તથા મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ કરી તથા અન્ય સાહેદોને ફ્રેકચર તથા શરીરના ભાગે મુંઢમાર મારી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.